________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. કંપનીને કારભાર કેવી રીતે ચાલતું હતું તે બાબત અગાડી વિવેચન કરવામાં આવ્યું છે. ખરી ઈસ્ટ ઈન્ડીઆ કંપની એટલે સને 1600 માં સ્થાપન થયેલી કંપની જ આખર લગી ટકી રહી એવું કંઈ નહતું. જુદે જુદે વખતે અનેક કંપનીઓ ઉભી થઈ હતી, તે સઘળાને અંતર્ભાવ એકજ સંસ્થામાં મળી જઈ આખરે ઈસ્ટ ઈનડીઆ કંપનીનું નામ પ્રચારમાં આવ્યું. એ પ્રમાણે આ સંસ્થામાં વખતોવખત થયેલા રૂપાંતરનું વર્ણન યોગ્ય સ્થાને આવશે. કંપનીના ભંડોળના ભાગીદારોને પ્રોફાયટર ઑફ ધી કંપનીઝ ક” તથા તેમની સભાને “કેર્ટ ઓફ પ્રાપાયટર્સ' કહેતા.નામને સઘળે અધિકાર આ કેર્ટ પાસે હતો, અને તે પૈકી બહુમતે ચુંટી કહેડાયેલા ચોવીસ આસામીઓની બનેલી “કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ” અર્થાત્ વ્યવસ્થાપક સભા કાએ કારભાર ચલાવતી. “કેર્ટ ઓફ ડાયરેકટર્સ' ના સભાસદે દરસાલ નવા ચુંટી કહાડવામાં આવતા, અને “કેર્ટ ઑફ પ્રોપાયટર્સની સભા વર્ષમાં ચાર વેળા માર્ચ, જુન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર માસમાં ભરાતી. કંપનીના ભંડોળમાં વીસ હજાર રૂપીઆ ભરનારને વ્યવસ્થાપક સભામાં ચુંટી કહેડાથવાને અધિકાર હતે. ડાયરેકટરોને બદલવાના હોય ત્યારે “કોર્ટ ઓફ bપાયટર્સ'ની બે સભા ભરાતી, અને તેમાં બહુમતીથી કામ ચાલતું. પ્રત્યેક ડાયરેક્ટરને વાર્ષિક ત્રણ હજાર તથા તેમના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દરેકને પાંચ હજાર રૂપીઆ પગાર મળતો. કામના વિભાગ પાડી નાંખી નીચે પ્રમાણે ડાયરેક્ટરોની ચાર પેટા કમિટિ નીમવામાં આવી હતી - (1) સ્ટેન્ડીંગ કમિટિ, એટલે હમેશનું કામ કરનારી મંડળી. (2) સીક્રેટ પિલિટિકલ કમિટિ, એટલે દરબારમાં ચાલતા ગુપ્ત કામ ઉપર દેખરેખ રાખનારી મંડળી. આ મંડળી પાર્લામેન્ટ સને 1748 માં ખાસ નીમી હતી. કંપની યુદ્ધ કિંવા તહ કરે તેમાં ઈંગ્વનું હિતા સમાયેલું હોવાથી આવા વ્યવહાર ઉપર દેખરેખ રાખી પાર્લામેન્ટ અને પ્રધાન મંડળને જોઈતી બાતમી તથા મદદ આપવાનું કામ આ કમિટિ કરતી.