________________ રહર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. ગવર્નરે લાગલગાટ બે વર્ષથી વધારે વખત કામ કરવું નહીં; ચોવીસ ડાયરેકટરમાંથી દર વર્ષે આઠ જણુએ પિતાને એ છોડ અને તેને બદલે તેટલાજ નવા માણસોની નિમણુંક કરવી; ગમે તે સબબસર ભાગીદારને પૈસાને બદલે કા માલ ન આપતાં સર્વ વ્યવહાર રેકડથી ચલાવે; એવા બીજા ઘણું નિયમે થયા હતા. સુરત તથા પશ્ચિમ કિનારા ઉપરનાં બીજ વસાહત, ફર્ટ સેન્ટ જ્યોર્જ, મદ્રાસ તથા બંગાળાના કિનારાનાં વસાહત, બૅટમ તથા તેના તાબાનાં જમ્બી, બેકાર અને પુરૂન, ઈરાનના અખાતમાં ગેબરૂન, એટલી જગ્યા નવી કંપનીને બે લાખ રૂપીઆમાં મળી ગઈ. તે વેળાની સ્થિતિને વિચાર કરતાં આ કિમત ઓછી લેખી શકાય નહીં. ન ભંડળ હાથમાં આવતાં સને 1658 ના જાનેવારી માસમાં કંપનીએ વેપાર ચલાવવાનાં કુલ્લે સત્તર ઠેકાણું મુકરર કયા; અને એ કામમાં હશીઆર હોય તેવા એકાણું નવા માણસેને હિંદુસ્તાનમાં જુદી જુદી જગ્યાએ મોકલી આપ્યા. કૅમ્પલે કરેલાં કામે ઉથલાવી નાંખવાના તેના પછી થયેલા રાજાઓની કારકિર્દીમાં અનેક પ્રયત્ન થયા, તે પણ પૂર્વ તરફને વેપાર એ રાષ્ટ્રના જીવનનો મુખ્ય આધાર છે એ સિદ્ધાંત ધ્યાનમાં રાખી તેણે કંપનીને પુનર્જન્મ આપે તથા દેશનું કોટિ કલ્યાણું કર્યું એ વાત નિર્વિવાદ છે. કૅપેલે ઈગ્લેંડને કાફેલે મજબૂત કર્યો, રેમન કેથેંલિક રાજ્યનું જોર નરમ પાડયું તથા હેલેન્ડ જેવાં પ્રોટેસ્ટંટ રાજ્યને ગર્વ ઉતાર્યો, એથી જ સ્પેન અને હોલેન્ડની સત્તા હવે પછી ઓછી થઈ ગઈ અને અંગ્રેજી રાજ્યની વૃદ્ધી થઈ. આ હવે પછીના ઈતિહાસ ઉપરથી બરાબર દેખાઈ આવશે.* * ટીપ–આ અને બીજું પ્રકરણોમાં ઇગ્લેંડના રાજાના સંબંધની કેટલીક હકીક્ત અવારનવાર આવતી હોવાથી તે દેશને ઇતિહાસ ન જાણનારા વાચકોને નીચેનાં નામે ઉપયેગી થઈ પડશે. ખરું જોતાં ઇડને ઈતિહાસ માહિતી હશે તે જ કંપનીના આ વખતના ઇતિહાસનું મર્મ સમજી શકાશે. રાણી ઇલિઝાબેથ સ. 1558-1603. એની કારકિર્દીમાં ઇસ્ટ ઈન્ડીઆ કંપની સ્થાપના થઈ. રાન પહેલા જેરસ, સ. 1603-1025.