________________ ર૯૦ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. કામને પાર આવે નહીં; બે વર્ષ વિતી ગયાં તે પણ કન્સિલના હાથમાંથી કંપનીના કારભાર બાબતને નિકાલ થયો નહીં, ત્યારે થાકીને કંપનીએ એક છેલ્લી અરજી ક્રોવેલને સાદર કરી. તે અરજી ઉપર સ્વહસતે એક તાકીદને હુકમ લખી ઊન્સિલને એક નાની કમિટિ નીમી આ બાબત જલદીથી નિકાલ કરવા તેણે આગ્રહ કર્યો. આ કમિટિમાં તેણે પોતાની તરફનાંજ સઘળાં માણસ નીમ્યાં. એમાં કર્નલ ફિલિપ જોન્સ કરીને ક્રોવેલની પ્રીતિ ધરાવતે તથા ભરેસા લાયક એક ગૃહસ્થ હોતે તેણેજ સઘળું તૈયાર કરી દોઢ મહિનાની અંદર કમિટિ પાસે ઠરાવ કરાવ્યો, કે આ વેપાર એકલી કંપનીએજ સામાજીક ભંડોળની પદ્ધત ઉપર ચલાવો. એ રીતસર પ્રકરણ હુકમ માટે ક્રોવેલ આગળ આવ્યું, તે અગાઉ ઈગ્લડના વેપાર બાબત તેણે પુષ્કળ વિચાર કર્યો હતે. સ્વદેશને વેપાર ભવિષ્યમાં સારી સ્થિતિમાં આણવાની યોજના ઘડી કહાડી તેણે પ્રથમ સને 1651 માં નેવિગેશન એકટ નામને કાયદે પસાર કરાવ્યું હતું. આ કાયદા અન્વય એવું ઠરાવવામાં આવ્યું હતું કે ઈગ્લેંડના કિનારા ઉપર ઉતરનારો માલ અંગ્રેજ વહાણમાંજ આવો જોઈએ; પરદેશી વહાણેને ત્યાં આવવા દેવા નહીં. આ કાયદાને લીધેજ હોલેન્ડ સાથે ઇંગ્લંડને યુદ્ધ થયું હતું. સ્પેનનાં કર્થોલિક રાષ્ટ્ર સાથે પણ લડવામાં ક્રોવેલને ઉદેશ વેપારજ હતો; પર્ટુગલ પાસેથી તેણે વેપાર બાબત કેલકરાર કરાવી લીધા હતા. આ સઘળું કરવામાં દુનીઆના કોઈ પણ ભાગમાં આવેલા દરીઆ ઉપર બિનહરકતે ઈગ્લેંડની સત્તા ચાલે એવી તેની ઈચ્છા હતી. એશિયા ખંડના સમુદ્રમાં મોટો કાફલા રાખવા જેટલી શક્તિ અંગ્રેજ પ્રજામાં ન હોવાથી ત્યાંને વેપાર અન્ય પ્રજાઓ માટે ખુલ્લું મુકવો શક્ય નહોતું. એવી હકીકતમાં સામાઈક ભંડોળની પદ્ધતિ ઉપર કંપનીએ વેપાર કર કે કંપનીના સભાસદોએ ઠરાવેલા નિયમાનુસાર ખાનગી રીતે પૃથકપણે વેપાર ચલાવો એ બે વાત પૈકી ક્રોવેલે પહેલી જ પસંદ કરી હતી. જુદા જુદા ભંડળથી વેપાર કરવાના પુષ્કળ પ્રયત્ન થયા, પણ અનેક અડચણોને લીધે તે છોડી દેવા પડયા. તે વેળાની સામાઈક મંડળની રીત પણ હમણુના જેવી નહતી. ત્યારે