________________ 28 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ક્રોવેલના હાથમાં રાજ્યસૂત્ર આવતાં જ તેણે સર્વ હકીકતની બારીકાઈથી તપાસ કરી. વેપાર એ રાજ્યને હિતકર્તા છે એ તેને અભિપ્રાય થયે, ત્યારે હિંદુસ્તાનને વેપાર અંગ્રેજોના કબજામાં લેવા માટે કેવા ઉપાયો યોજવા જોઈએ તેનો વિચાર કરતાં કંપનીને જ મદદ કરવાનું વધારે યે છે એવી તેની ખાતરી થઈ. કંપની વિશે તેના મનમાં કંઈ પણ પક્ષપાત નહોતો. અન્ય દેશોમાં તથા દરીઆ ઉપર ઈગ્લેંડના કાફલાનું મહત્વ વધારવા માટે તેણે નેવિગેશન ઍકટ (સને 1651) વગેરે અનેક મહત્વના ઉપાય યોજ્યા. વલંદા લેકે વિરૂદ્ધ કંપનીના પત્રો પાર્લામેન્ટ પાસે જતા હતા; તેઓએ કંપનીને છેલ્લાં વીસ વર્ષમાં બે કરોડ રૂપીઆનું નુકસાન કર્યું હતું એવી તેની મુખ્ય ફરીઆદ હતી. માત્ર કંપનીની તરફેણ કરી વલંદા રાજ્ય વિરૂદ્ધ એકદમ યુદ્ધ શરૂ ન કરતાં બીજાં કારણે મળવા પછી જ પેલે વલંદા લેકે ઉપર સખ્ત વેર લીધું. યુદ્ધને અંતે સને 16 54 માં હોલેન્ડે ઇગ્લેંડ સાથે કરેલા કેલકરારમાં કંપનીને થયેલી નુકસાની ભરપાઈ કરવાની મુખ્ય સરતની રૂએ વલંદા લકોએ આસરે નવ લાખ રૂપીઆ કંપનીને આપ્યા, તથા પુલરૂન બેટ જાશુકનો અંગ્રેજોને મળ્યો. બાર વર્ષ અગાઉ એટલે સને ૧૬૪ર માં વલંદા પાસેથી પાંચ લાખ રૂપીઆ લઈ સઘળો ટો પતાવવા કંપની તૈયાર હતી. પણ તે વખતે તેઓ એ તુંડાઈથી એ માગણી ઉડાવી પિતાના જ પગમાં કુહાડો માર્યો. આ પ્રમાણે વલંદાઓને બંદેબરત કર્યા બાદ ફૈલે પિર્ટુગલ સામે ફરીઆદ શરૂ કરી; ઈંગ્લંડની તપનાં મહેડાં તેમની તરફ ફરતાંજ પોર્ટુગીઝ દબાઈ ગયા, અને હિંદુસ્તાનમાં અંગ્રેજોની આડે નહીં જવાની કબુલાત આપી તહ કરી. આ સઘળા કામના બદલામાં ક્રૌપેલે કંપની પાસેથી વ્યાજે કહાડેલા છ લાખ રૂપીઆ રાષ્ટ્રના કામમાં વાપરી દેશનું કર્જ ફેડી દીધું. કંપનીની અંતર્થવસ્થા વિશે વિચાર કરતાં ક્રૉવેલને માલમ પડયું કે ઈસ્ટ ઈન્ડીઆ કંપની સિવાય કોર્ટનની કંપની તથા લંડન અને બ્રિસ્ટલ વગેરે ઠેકાણના વેપારીઓ હિંદુસ્તાનના વેપાર માટે માંહોમાંહે