________________ પ્રકરણ 10 મું] સામાજીક ભંડોળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯૧ કેટલાક માણસો સામાજીક ભંડોળ એકત્ર કરી બે ચાર વર્ષ વેપાર કરતા, અને તે મુદતની આખરે સઘળો વેપાર આટોપી લઈ પિતપતાની રકમ ના નુકસાની સાથે લઈ લેતા. તે સમયની પદ્ધતિને પરિણામે પડતી મુશ્કેલીઓથી કંટાળી જઈ કંપની બંધ કરવાને ઠરાવ થતે, પણ Èવેલે તા. 19 મી અકબર સને 1656 માં કોન્સિલ ઑફ સ્ટેટની સંમતિ લઈ એક નવી સનદ કંપનીને કરી આપી. થોડાજ કાળમાં બીજો ચાર્જ રાજ ગાદીએ આવતાં પિતાની રાજ્યનિષ્ઠા જાહેર કરવા તેણે કૅપેલે આપેલી સનદ રદ કરી, તે પણ દેશના ઈતિહાસમાં એ સનદ એક મહત્વની જગ્યા રોકે છે. અગાઉની સઘળી સનદેમાને સારે સારો ભાગ તેણે આ સનદમાં ઉતારી લીધો હતો, અને તે ઉપરાંત કંપનીની સગવડ માટે કેટલીક નવી કલમો દાખલ કરી હતી. પચાસ રૂપીઆની રકમ ભરનાર સભાસદ તરીકે જોડાઈ શકે એવે નો નિયમ કંપની તરફથી ઘડાયો. ઠરાવેલી મુદતના સામાઈક ભાળની પદ્ધતિ રદ કરી પ્રથમ સાત વર્ષે અને ત્યાર પછી દર ત્રણ વર્ષે કંપનીના વેપારને હિસાબ બંધ કરે, અને કોઈને પિતાનો ભંડોળ લઈ લેવો હોય તે તેમ કરવાની સગવડ રાખી. કૅપ્ટેલની આ સઘળી નવી વ્યવસ્થાથી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના કામને જાશુકને માટે સ્થિરતા મળી. - આ વ્યવસ્થાની રૂએ 73,97,280 રૂપીઆની નવી વગણી ઠરાવવામાં આવી. ઓછામાં ઓછી વર્ગણું 1000 રૂપીઆની હતી. 5,000 રૂપીઆ ભરનારાને એક મત મળતે તથા 10,000 રૂપીઆ ભરનારાને કમિટિમાં નીમાવવાનો હક રહે. એકથી વધારે માણસોએ મળી પાંચ હજાર રૂપીઆ એકઠા કરી એકના નામ ઉપર તે રકમ કંપનીમાં જમા કરાવવાની સવડ હતી. કોર્ટ ઓફ ડાયરેકટર્સ કરીને કંપનીની વ્યવસ્થાપક સભામાં પૂર્વની માફક એક ગવર્નર, એક ડેપ્યુટી ગવર્નર, એક ખજાનચી તથા 24 સભાસદે હતા. આ પ્રમાણે ક્રોવેલની સનદની રૂએ નિર્માણ થયેલી કંપનીએ પહેલાના ભાગીદાર હસ્તકની આવક, માલ, જમીન, મકાને, કિલા વગેરે બે લાખ રૂપીઆ માટે ખરીદી લીધાં. આ વ્યવસ્થા ચાલુ થતાં ખાનગી વેપાર કરનારને શિક્ષા કરવાનું કર્યું હતું. ગવર્નરે તથા ડેપ્યુટી