________________ 5. વેલે કરેલી વ્યવસ્થા (સને 1657) –ઈગ્લેંડમાં થયેલી રાજ્યક્રાતિને લીધે કંપનીને ઘણે ત્રાસ ભોગવવો પડતો હતો. ચાર્લ્સ રાજાના મૃત્યુ પછી રાજચિહ તરીકે જે કંઈ કંપની પાસે હતું તે સઘળું તેને નાશ કરવું પડ્યું. તેવી જ રીતે સને 1660 માં ઈંગ્લેડની ગાદી ઉપર બીજો ચાર્જ રાજા આવતાં વચગાળાનાં પ્રજાસત્તાક રાજ્યની નિશાનીઓ પણ કંપનીને નાશ કરવી પડી. ટુંકમાં વખત આવે તેમ તેને વર્તવાનું હતું. કૉવેલને સર્વ ઉદ્યોગ અંગ્રેજ લેકે ઉત્કર્ષ માટે હતું, અને કંપનીનું તેણે હમેશ માટે હિત કર્યું હતું. વેપાર એ રાષ્ટ્રના અભ્યદયનું મુખ્ય અંગ છે, અને તે વધારવા માટે રાજ્ય કર્તાએ મહેનત કરવી જોઈએ એ તત્વ કૅવેલ પૂર્ણ રીતે જાણતા હતા. વલંદા લેકેએ કંપનીને ઘેરી લીધી છે, તથા પર્ટુગીઝે તેને હેરાન કરે છે એ બરાબર તે ધ્યાનમાં ઉતર્યું હતું. સ્વપ્રજા સારૂ પૂર્વને વેપાર ખુલ્લું મુકવામાં આવશે એવી સરત તેણે પોર્ટુગલ જોડે કરેલા કેલકરારમાં દાખલ કરાવી હતી, અને એયનાની કતલ માટે વલંદા લોકોને ઘણી ભારે શિક્ષા કરી હતી; કંપનીની અંતર્થવસ્થા સુધારી સામાઈક ભંડોળની પદ્ધત કંપનીના ઉદય માટે સર્વોત્તમ ઠરાવી હતી. આ સઘળાને કાયદાનું રૂપ આપવા માટે વેલે કંપનીને સને 1657 માં નવી સનદ કરી આપી. આથી લેકેને ધીરજ આવી, અને કંઈ પણ વ્હીક રાખ્યા વિના તેઓએ પિતાના પૈસા કંપનીને ધીર્યા. ક્રોમવેલના આ ઉપક્રમને લીધેજ પછીનાં બે વર્ષ લગી રાજ્ય સ્થાપનાનું પ્રચંડ કામ કંપની ઉપાડી શકી હતી. ક્રોવેલને તથા કંપનીને જન્મ એક જ વર્ષમાં થયે હતું (સને 1599). કંપનીએ સને 1628 માં પાર્લામેન્ટ પાસેથી પ્રથમ દાદ માગી, અને તેજ વર્ષે કૅલ પાર્લામેન્ટમાં દાખલ થયા ત્યારથી સને 1949 પર્યત કંપનીની ઘણી માઠી હાલત થઈ તે દરમિયાન, અને મુખ્યત્વે કરીને 1642 થી 1649 સુધી ચાલેલા બન્ને પક્ષ વચ્ચેના યુદ્ધમાં કંપનીને ઘણું ખમવું પડયું હતું. આવી સ્થિતિમાં કંપનીના નોકરે હિંદુસ્તાનને વેપાર મહામુશ્કેલીઓ પણ ચલાવી શકયા એજ ખાસ મનન કરવા જોગ છે.