________________ 286 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ગ્રહસ્થ અંગ્રેજોને મદદ કરતે હ; તેને ફસાવવા માટે અંગ્રેજોના શત્રુઓએ અનેક પ્રયત્ન કર્યો તે પણ તે ઈમાનદાર રહ્યા, અને તેણેજ હુગલીની વખાર બાબત તેમને સર્વ તરેહની મદદ કરી. વળી ઉપર કહેલ શસ્ત્ર બાઉટન આ સમયે બંગાળાના સુબેદાર શાહજાદા સુજા પાસે હતો, તેણે સુજા માટે કરેલાં કામના બદલામાં શાહજાદાએ કંપનીને બંગાળામાં બિનજકાતી વેપાર ચલાવવાની પરવાનગી આપી. આ માટે કંપનીને 3,000 રૂપીઆ નજરાણું ભરવું પડયું. ટુંકાણમાં સને 1651 થી આખા બંગાળ પ્રાંતમાં અંગ્રેજોને વેપાર ચાલુ થયો, અને બાલાસર, પિપળી, હુગલી, કાસીમબઝાર, પટના વગેરે ઠેકાણે તેમણે પિતાની કેડી ઘાલી વેપારની શરૂઆત કરી. પણ આટલા મોટા વિસ્તાર ઉપર કંપનીનાં મૂડીભર માણસને ફરી વળવું અશક્ય હતું. પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ છ સાત વર્ષમાં મદ્રાસની કોન્સિલે બંગાળામાંની વખારો બંધ કરવા ઠરાવ્યું. કંપનીના વહિવટમાં ચાલતી ગેરવ્યવસ્થાને અંત આણવા સને 1657 માં કૅમલે એક ઉત્તમ વ્યવસ્થા રચી. હિંદુસ્તાનમાંના અંગ્રેજ વેપારીઓની વર્તણુક ઘણી અનિયમીત હોવાથી કંપનીને ફાયદો ન વિચારતાં તેઓ પિતાનાં ખીસાં ભરતા. આને અટકાવ કરવા માટે તેણે પ્રત્યેક વખાર માટે નિયમ બાંધ્યા; દરેક વખારમાં એક મુખી, ત્રણ મદદનીશ તથા બીજા હાથ હેઠળના લેકે રાખવાની ગોઠવણ કરી; અને સુરતમાં મુખ્ય અધિકારી રાખી તેના તાબામાં મદ્રાસ તથા મદ્રાસની હસ્તક હુગ લીની વખાર મુકવા તુર્ત વેળા બંદોબસ્ત કર્યો. આ સઘળું મહત્વનું કામ આટોપી તથા કંપનીને કામમાં નવું જેમ ઉમેરી અને તેની સઘળી વ્યવસ્થા પૂર્ણ કરી કૅમલ સને 1658 માં મરણ પામે. અહીં એ જ વર્ષમાં શાહજહાન બાદશાહ આજારી પડે, અને તેની કારકિર્દીને અંત આવ્યું. સને 1658 પછીનાં સો વર્ષ લગી અંગ્રેજે કેવળ વેપારી સે વર્ષમાં એટલે સને 1858 માં તે પૂર્ણ કર્યું. આ હકીકતમાં આ ત્રણ સન ખાસ યાદ રાખવા જોગ છે.