________________ પ્રકરણ 10 મું.] સામાઈ ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 283 ત્યાંની તે વેળાની ડામાડોળ સ્થિતિ ધ્યાનમાં લઈએ તે આવા નુકસાનકારક કામમાં ખર્ચ કરવાની કંપનીની તાકાત નહતી એમ સહજ જણાશે. આ માટે સુરતના પ્રેસિડન્ટને ઠપકો મળે ત્યારે તેણે તે વિશે પિતાની અજ્ઞાનતા જાહેર કરી, પણ મદ્રાસને કિલ્લે ઘણો ઉપયોગી થઈ પડશે એ તેણે મત આપ્યો. આ બાબત તપાસ કરવા માટે કોર્ટ ઓફ ડાયરેકટરો તરફથી નીમાયેલી કમિટિએ સને ૧૬૪પના મે માસની 13 મી તારીખે એ અભિપ્રાય આપો કે પાસે પૈસા ન હતા છતાં આવું ખર્ચાળ કામ ઉપાડવું એ મેટી ભૂલ હતી, તે પણ કંપની પાસે વહેલે મેડે કંઈક ભંડોળ જમે થતાં આ કિલ્લાને ઘણો સારે ઉપયોગ થઈ શકશે; આ કામમાં કોઈ એકજ માણસને અપરાધી ઠરાવી શકાતું નથી; અપરાધી ગણુએ તે તે ડે હતો, પણ તે અત્યાર આગમજ કંપનીની નેકરીમાંથી નીકળી ગયા હતા, અને કિલ્લાનું કામ પૂરું થઈ ગયું હતું, એટલે બનેલા બનાવ એક વેળા મન ઉપર લીધેલું કામ ઉપરી અધિકારીઓના હુકમની રાહ ન જોતાં કેવી રીતે સંપૂર્ણ રીતે પાર પાડે છે એ ધ્યાનમાં રાખવા જેગ છે. આબુકર્ક, કલાઈવ વગેરે પુરૂષોની પણ રીત આવી જ હતી. વાસ્તવિક રીતે હિંદુસ્તાનમાંનું અંગ્રેજી રાજ્ય વરિષ્ઠ અધિકારીઓના હુકમના અનાદરને લીધેજ સ્થાપન થયું છે; હુકમ યોગ્ય રીતે બજાવવાની તજવીજ કરવાથી તે કદી પણ સ્થપાયું હેત નહીં. આ પ્રમાણે મદ્રાસની સ્થાપના થઈ અને પૂર્વ કિનારા ઉપર કંપની નો વ્યવહાર મક્કમ રીતે ચાલુ થયો. મદ્રાસ પાસે આવેલા સેંટ થેમેનાં પિોર્ટુગીઝ સાથે અંગ્રેજોને સારી મિત્રાચારી હતી. એટલે થેડાજવખતમાં અહીં અંગ્રેજોની સત્તા જામી ગઈ. શરૂઆતમાં આ વસાહત બૅટમના તાબા હેઠળ હતું, પણ સને 1653 માં મદ્રાસ પ્રેસિડેન્સિ તરીકે તે સ્વતંત્ર થયું. આ વસાહત અંગ્રેજોની બીજી વખાર કરતાં ભિન્ન પ્રકારનું હતું, કારણ કે અહીં સેટ થેમ્સ નજદીક કિનારે કિનારે છ માઈલ લાંબે અને એક માઈલ પહોળો જમીનને કકડે કાયમનો કંપનીના તાબામાં