________________ 282 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ત્યાં કિલ્લેબંધી કરવાની પરવાનગી તેણે અંગ્રેજોને આપી. શ્રીરંગરાયના મૈયત પિતા ચન્નાપાના સ્મારક તરીકે નવા શહેરનું નામ ચન્નાપટ્ટણ પાડવાની શ્રીરંગરાયે અંગ્રેજો પાસેથી કબુલાત મેળવી હતી. કેટલાક એતદેશીય લેકે મદ્રાસને હજી ચાપટ્ટણ તરીકે ઓળખે છે. મદ્રેશ્વર નામના એક પુરાતન રાજાના નામ ઉપરથી મદ્રાસ નામ પડેલું હશે એવું અનુમાન થાય છે. ચંદ્રગિરિ નાયક નિરાશ્રિત હતું, એટલે અંગ્રેજ પિતાના મુલકમાં કિલ્લેબંધી કરશે તે વખત આવે તેમની તરફથી પિતાને બચાવ થઈ શકશે એવા હેતુથી તેણે ગ્રેજ કંપનીને આશ્રય આગે હતે. અરાજક સ્થિતિનું પરિણામ દેશને કેટલું ભયંકર થાય છે એનાં અનેક ઉદાહરણોમાંનું આ એક છે. મચ્છલિપટ્ટણમાં અંગ્રેજોને ટકાવ નહીં થવાનું કારણ એ હતું કે ત્યાં કુતબશાહ રાજાને અમલ જોરમાં હતો. સુરતમાં પણ અંગ્રેજોની તેવી સ્થિતિ હતી. પણ મદ્રાસમાં તેઓ તેવી કંઈ પણ વ્હીક વગર રહી શક્યા. શ્રીરંગરાય પાસેથી ઉપર કહેલે કરાર કરાવી લઈ ડે તરતજ મચ્છલિપટ્ટણ ગયો; ત્યાંના મુખ્ય અમલદાર કેગનને ડેના વિચાર પસંદ પડયા, પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી ડેએ નાણું વ્યાજે કહાડી કિલ્લાનું કામ શરૂ કર્યું (ફેબ્રુઆરી, 1640). તા. ર૩ મી એપ્રિલે એટલે સેન્ટ જર્જન પુન્ય દિવસે કેટ પુરો થવાથી એ કિલ્લાનું નામ ફેર્ટ સેન્ટ જર્જ પાડવામાં આવ્યું. થોડા જ વખતમાં વણકર વગેરે લોકેાનાં 400 કુટુંબો કિલ્લાના બહારના ભાગમાં આવી વસ્યાં, એ ઉપરથી અંદરનો ભાગ વહાઈટ ટાઉન (ગોરાઓનું શહેર) તરીકે ઓળખાવવા લાગ્યો, અને બહારના ભાગનું નામ બ્લેક ટાઉન (કાળાનું શહેર) પડ્યું. કિલ્લા ઉપર દસ હજાર પગેડા એટલે સુમારે 35,500 રૂપીઆ ખર્ચ થયો તે પણ પુષ્કળ કામ બાકી હતું. શરૂઆતમાં કિલ્લાના સંરક્ષણાર્થે આસરે 35 અંગ્રેજો તથા તેટલાજ દેશીઓ રાખવામાં આવ્યા હતા. ડે સને 1642 માં ઇંગ્લેંડ ગયે ત્યારે મચ્છલિપટ્ટણમાંના અંગ્રેજો મદ્રાસમાં આવી રહ્યા. કંપનીના હુકમ વિના કરેલું આ કામ ઈલંમાં પસંદ પડયું નહીં.