________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. 281 જઈ આમંગામમાં જઈ રહ્યા (સને 1628). એમ છતાં મચ્છલિપટ્ટણ માટેની અંગ્રેજોની આશા છેક જ નષ્ટ થઈ ન હતી. સને 1630 ના સુરતના દુકાળની અસર મચ્છલિપટ્ટણમાં ઘણી સખત જણાઈ. ભુખે મરતા લેકે ફાડી ખાશે એવી બીકથી મુસાફરી કરવી દુર્ઘટ થઈ હતી, અને વણકર વગેરે બીજા અસંખ્ય ધંધાદારીઓ માર્યા ગયા હતા. સને 1632 માં અંગ્રેજોએ ગેવળકન્ડાના કુતબશાહી રાજા પાસેથી મચ્છલિપટ્ટણની વખાને પરવાને સુવર્ણ પત્ર ઉપર લખાવી લીધે તેના બદલામાં અંગ્રેજોએ ઇરાનના ઘેડા લાવી શાહને વેચવા કબૂલ કર્યું. આ પ્રમાણે મચ્છલિપટ્ટણમાં અંગ્રેજોએ શરૂ કરેલ વેપાર અદ્યાપિ ચાલુ છે. સને 1923 માં આમગામમાં અંગ્રેજોએ પહેલી કાઠી ઘાલી, અને ત્યાં તેપ વગેરે મુકી વલંદાઓ સામે પોતાનો બચાવ કરવા માંડે. વખત જતાં અહીં માલ બરાબર નહીં મળવાથી તેમને આ જગ્યા પણ છેડવી પડી. આર્માગામના મુખ્ય વેપારી કાન્સિસ ડે (Francis Day) એ વલંદા લેકેને ત્રાસ મટાડવાના હેતુથી પુલિકટની દક્ષિણે મદ્રાસમાં નવું વસાહત સ્થાપવા ઠરાવ્યું. ત્યાં બંદર ઘણું સારું હતું, અને નજદીકના સેટ મેમાંના પર્ટુગીઝની તેને મદદ મળવાની હતી. વિજયનગરના રાજ્યની પડતી પછી ત્યાંનું રાજ્ય કુટુંબ મદ્રાસની નૈરૂત્યે સુમારે 70 માઈલ ઉપર આવેલા ચંદ્રગિરિ નગરમાં જઈ વસ્યું હતું. આમગામ તથા મચ્છલિપટ્ટણમાં વિલંદાઓ સામે અંગ્રેજ વેપારીઓ ટકી શકવાથી નહીં કાન્સિસ ડે આ ચંદ્રગિરિના નાયક પાસે ગયો (સને 1639 ઑગસ્ટ તા. 27) ત્યારે શ્રીરંગરાય નાયકે તેને સારો સત્કાર કર્યો. નાયકની હસ્તકના મુલકમાં અંગ્રેજો માટે વેપારની સોઈ સારી હોવાની તથા મછલિપટ્ટણ કરતાં 40 ટકા સસ્તો માલ ત્યાં મળતા હોવાની ડેની ખાતરી થવાથી શ્રીરંગરાય નાયક પાસેથી કેટલાક હક મેળવવા તેણે તજવીજ કરી. શ્રીરંગરાયે ડેની માગણી તરતજ સ્વીકારી, અને વર્ષ પુરૂ થાય તે અગાઉ પિતાના તાબામાંની કેટલીક જગ્યા તથા