________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૭૫ માટે જગ્યા પણ મળતી નહીં. અંગ્રેજોના મુખ્ય કામદાર એક પછી એક ઘણું હોંશીઆર આવતા ગયા, અને હેનરી લડે વગેરે કેટલાક શોધક બુદ્ધિના ગૃહસ્થાએ હિંદુઓના રીતરીવાજ તથા ધર્મ સંસ્કાર વગેરે અનેક બાબતેની માહિતી એકઠી કરવા મહા પ્રયાસ કર્યો. પાછળના અંગ્રેજ રાજ્યકર્તાઓને આ માહિતી ઘણી ઉપયોગી થઈ પડી. ભારી રાજય સ્થાપનાની આ એક પ્રકારની જાણે તૈયારી જ હતી. પોર્ટુગીઝ લેકેએ હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપતી વેળા આવી કંઈ પણ તૈયારી કરી નહીં. સુરતમાં ચાલતા ધમધોકાર વેપાર વિશે કંપનીને ખબર હોવાથી તેણે ત્યાંના પ્રેસિડન્ટને આ તરફના સઘળા અંગ્રેજો ઉપર અધિકાર ચલાવવાની સત્તા આપી હતી. સને 1930 માં ગુજરાતમાં પડેલા ભયંકર દુકાળમાં અસંખ્ય માણસો મુ; સુંવાળીમાં 260 ઘરે હતાં તેમાંથી માત્ર 11 જ આ સપાટામાંથી બચવા પામ્યાં, એમ સને 1631 માં એક વલંદા વેપારીએ લખ્યું હતું. સુરતના રસ્તાઓમાં પ્રેતના ઢગલા પડતા; અને એકંદર ત્રીસ હજાર લેક દુકાળમાં મરણ પામ્યાં હતાં. પાછળથી ફાટી નીકળેલા રેગમાં અંગ્રેજ પ્રેસિડન્ટ તેમજ ઘણું વેપારીઓ મરણ પામ્યા, છતાં તેમને વેપાર ચાલુજ હતું. સુરત કંપનીનું મુખ્ય થાણું થવાથી તેના તાબાનાં સઘળાં વહાણોનો ઉપયોગ ત્યાં થવા લાગ્યો. હિંદુ સ્તાનમાં કંપનીનાં વીસ પચીસ વહાણે જુદે જુદે બંદરે ફરતાં હતાં. સને 1628 ને એક દાખલે એ મળી આવે છે કે છેલ્લાં બાર વર્ષમાં બંદરના વેપાર માટે અંગ્રેજોનાં પ૭ વહાણે રોકાયેલાં હતાં, અને તેમને કુલ્લે આકાર 26,600 ટન હતું. આ વહાણે ભરવા માટે રોકડ તથા માલ મળી કંપનીના 1,14,54,420 રૂપીઆ બહાર આવ્યા; અને 28,96,430 રૂપીઆ તેણે હિંદુસ્તાનમાં વ્યાજે લીધા, એટલે કલે 1,43,50,850 રૂપીઆ ખર્ચ થયે. આ વહાણે સિવાય સુરતના બાગના બંદોબસ્ત માટે છ છ તોપવાળાં વહાણોને એક નાને કાલે હતું. આ *Lord's Account of Surat hi yearl odesloveliello stes quid આપેલું કહેવાય છે. પણ એ પુસ્તક હાલ ઉપલબ્ધ નથી.