________________ 27 . હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પછી દેસવહાણ સને 1615 માં કેપ્ટન ડાઉટનની સરદારી હેઠળ લડાઈ માં ઉતર્યા હતા, અને તેમાંનાં ચાર સને ૧૬રર માં ઈરાનના અખાતમાંથી પોર્ટુગીઝને હાંકી કહાડવા માટે વપરાયાં હતાં. પોર્ટુગીઝ જહાજે કરતાં અંગ્રેજોનાં જહાજે ઘણું સારા હતાં. હિંદુસ્તાનમાં અંગ્રેજ આરમારની શરૂઆત આવી રીતે થઈ હતી. સને ૧૯૩૫માં અંગ્રેજ પ્રેસિડન્ટ તથા ગેવાના વાઈસરોય વચ્ચે થયેલા વેપાર સંબંધી કેલકરારની રૂએ. બનેને વહાણ ભરી માલ લેવાની સગવડ મળી. આવી રીતે હિંદુસ્તાનમાં કંપનીના વેપારીઓ સ્વસ્થ બેસી ન રહેતાં અડગ પ્રયત્ન કરતા હોવાથી પહેલા ચાર્લ્સ રાજાની નુકસાનકારક રાજ્યનીતિ સામે કંપની ટકી હતી. - કંપનીને વેપાર ધમધોકાર ચાલતો જોઈ અંગ્રેજ વેપારીઓ નિવૃત્ત થઈ બેસી રહ્યા નહોતા. તેમને ખાનગી વેપાર ઘણે ભારે હતો, અને વખત આવે પદરના પૈસા ખર્ચે વિકટ કામ માથે ઉપાડવા તેઓ સમર્થ હતા. વલંદા વેપારીઓ અંગ્રેજોથી ઘણું અદેખાતા. તેઓ પિતાના કરતાં ઘણું કુશળ છે એવી વલંદાઓની ખાતરી હતી, અને તેઓ સાથે મિત્રાચારી રાખી વેપાર ચલાવવામાં મોટો ફાયદે સમાયેલું છે એવું તેઓ પિતાની સરકારને વારંવાર જણવતા; પણ તેમના બુમારા પ્રત્યે કેઈએ લક્ષ આપ્યું નહીં. ચાર્લ્સ રાજાએ કેટેને ઉભી કરેલી કંપનીને હિંદુસ્તાનમાં વેપાર કરવાની સનદ આપવાથી તેના વેપારીઓએ આ દેશમાં આવી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની વખારો ઉપર સરસાઈ ભેગવવા માંડી. તેમણે રાતા સમુદ્રમાં મેગલનાં યાત્રાળુ વહાણે લૂટયાં તે માટે સુરતના પ્રેસિડન્ટ તથા બીજા માણસોને મેગલેએ એકદમ કેદમાં પુર્યા; પણ 1,70,000 રૂપીઆ દંડ ભરતાં તે સધળાને છૂટકારે છે. કેર્ટન કંપનીના કેપ્ટન હેડલે (Captain Weddell) રાજાપુરમાં પિતાની કઠી ઘાલી. તેને વહિવટ ઘણે વખત લગી સારો ચાલ્યો હતો. સને 1939 માં સુરતના પ્રેસિડન્ટ વચમાં પડી મેગલ બાદશાહ તથા પર્ટુગીઝો વચ્ચે તહ કરાવી આપી.