________________ પ્રકરણ 10 મું] સામાઈ ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 273 પક્ષની જ હતી, પણ રાજાએ તેની રાજનિષ્ઠા તરફ ધ્યાન આપવાનું રહેતું. આ બાબત રાજાની તરફેણમાં એટલું તે કહેવું જોઈએ કે તેણે કહાડેલા હુકમ માટે તે જાતે કેટલે જવાબદાર હતો અને તેના સલાહકાર કેટલા જવાબ દાર હતા એ નક્કીપણે હાલ કહી શકાતું નથી. ધારવામાં આવે છે તેટલું તે જાતે દુષ્ટ નહોતું. પણ તેની તે છડી, અનિશ્ચિત અને સ્વછંદી વર્તણુકને લીધે જેવી રીતે લેકેએ તેના ઉપર શસ્ત્ર ઉપાડ્યાં હતાં, તેજ પ્રમાણે વેપારના કામમાં કંપની પણ તેની સામા પડી હતી એમ કહેવામાં હરકત નથી. સર્વ રીતે જોતાં ચાર્લ્સ રાજા ફાંસીએ ચડે ત્યારે કંપની છેકજ પાયમાલ થઈ ગઈ હતી. 2. સુરતની કેઠી–હિંદુસ્તાનમાં માત્ર કંપનીના વેપારીઓ નિરાશ થયા નહતા. શરૂઆતમાં તેમની વખારનું ઘેરણ કેવળ વેપાર ઉપર અવલંબી રહ્યું નહોતું. પશ્ચિમ કિનારા ઉપરજ સઘળી પરદેશી વેપારની ધામધુમ ચાલતી; તે કિનારે પોર્ટુગીઝ લેકે ફરી વળેલા હોવાથી તેમની સામા ટકાવ કરવા માટે કંપનીના વેપારીઓને હિંદુસ્તાનના રાજ્યકર્તાની મદદની જરૂર હતી. આ કારણથી એ કિનારા ઉપર કંપનીએ મેગલેના મુખ્ય શહેર સુરતમાં પ્રથમ કોઠી ઘાલી. પ્રાચીન કાળથી એ શહેર વેપારનું મુખ્ય નાયું હતું, અને તેની પાસેનું સુંવાળીનું બંદર વહાણ માટે સગવડ ભર્યું હતું. સુરતમાં વેપાર ચલાવવા માટે મેગલ બાદશાહ તરફથી છૂટ મેળવવા કેપ્ટન હેંકિન્સ તથા સર ટોમસ રે ઈગ્લેંડથી એલચી તરીકે આગ્રાના દરબારમાં આવ્યા હતા તેમની હકીકત આપણે ઉપર વાંચી ગયા છીએ. અહીં પણ વલંદા લેકેએ અંગ્રેજોની પુઠ પકડવાનું છોડયું નહીં, પરંતુ મેગલ રાજ્યને બંબસ્ત સારી હોવાથી તેમનાથી અંગ્રેજોને કંઈ પણ નુકસાન થયું નહીં. યુરોપિયન લેકમાં અંગ્રેજ, વલંદા, પોર્ટુગીઝ વગેરે જુદી જુદી પ્રજા છે, અને તેમને વ્યવહાર પૃથક છે, એ વાત મેગલ અધિકારીઓને આરંભમાં બરાબર જાણતી ન હોવાથી કઈક વેળા વલંદા કેના અપરાધ માટે અંગ્રેજોને શાસન ભેગવવું પડતું. પણ થોડા જ સમયમાં આ પ્રકાર બંધ થયે. અંગ્રેજો વખતે વખત