________________ પ્રકરણ 10 મું. સામાઈક ભંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. ર૭૧ દેશને અતિશય ઉપયોગી થઈ પડવાની હતી. રાજ્યમાંથી પૈસો કંપની બહાર લઈ જઈ પરદેશમાં ઉડાવે છે એ આક્ષેપના જવાબમાં તેનું કહેવું એવું હતું કે, કંપની રાષ્ટ્રના પૈસા બીલકુલ ડુબાવ્યા વિના હિંદુસ્તાનને માલ ઈંગ્લડ લાવી તથા યુરોપના જુદા જુદા દેશોમાં કફાયત ભાવે વેચી દેશને મેટો ફાયદો કરી આપતી હતી. વળી તેના ધાકથી વલંદા લેકે મર્યાદામાં રહ્યા હતા, નહીંતર ઈંગ્લેંડને સઘળો વેપાર તેઓ હાથ કરી જતે. આ પ્રમાણે રાજાને તથા લેકીને અનેક રીતે પોતે કેવી રીતે કામ લાગે છે તે કંપનીએ જાહેર કર્યું. ' આ સંબંધમાં રાજાની વર્તણુક કેવળ આપમતલબી હતી. આ કંપની તેિજ સ્થાપના કરી હતી, અને પિતાના હુકમાનુસાર તે ચાલતી હતી એમ તે સમજતો હોવાથી કંપની પ્રત્યે એક પ્રકારનું મમત્વ તે બતાવતા. સઘળા વેપારને ઇજારે એકલી કંપનીના હાથમાં આપે એ કંઈ નાની વાત નહોતી. આવા ઇજારાને લીધે રાજ્યમાં જકાતનું ઉત્પન્ન વધે, પણ તે ઉપરાંત રાજા તથા તેની આસપાસના દરબારીઓને ખુશ રાખવા માટે કંપનીને હમેશ લાંચ આપવાની ફરજ પડતી. વખત જતાં આવી રીતે આપવાની રકમ અનહદ વધી ગઈ અને રાજા કંપની પાસે તે નાણું માંગવા લાગ્યો. આ માગણી સ્વીકાર્યા સિવાય કંપનીને છટકો નહોતે, કેમકે વારંવાર પરરાજે સાથે થતા ટામાં તેને રાજાની મદદ ઘણું કામ લાગતી. વળી જેમ્સ રાજા તરફથી કોઈ પણ વેળા અમર્યા દિત માગણી ન થતી હોવાથી આવી રીતે થેડા ઘણું પિસા કંપનીને આપવા પડતા તેમાં કંઈ વિશેષ નહોતું. પણ ચાર્જ રાજા હમેશાંજ મુશ્કેલીમાં હેવાથી કંપની પાસે પૈસા એકાવવા તેણે સઘળી શરમ છેડી દીધી. સને 1628 માં તેણે તેની પાસે એક લાખ રૂપીઆ ઉછીના માગ્યા, પણ તે ન મળવાથી કંપનીના શત્રુ વલંદાઓ પાસે તેણે ત્રણ લાખ રૂપીઆ લીધા, અને તેમ કરી તે પ્રજાને ફાયદે કરી આપી સ્વદેશી કંપનીનું નુકસાન કર્યું. સને 1640 માં રાજાએ ફરીથી કંપની પાસે પૈસાની માગણી કરી, ત્યારે તેની પાસે રોકડ સિલક કંઈજ ન હોવાથી વેચાયા વિના પડી