________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 229 પ્રકરણ 10 મું. સામાઇક ભડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી (સને 1614-1658) 1. રાજા પહેલા ચાર્લ્સ તથા કંપની. 2. સુરતની કોઠી. 3. મદ્રાસની ઉત્પત્તિ. 4. બંગાળામાં અંગ્રેજ કેડીની શરૂઆત. 5. વેલે કરેલી વ્યવસ્થા, 6. નેકર પગારાના તથા અંતર્થવસ્થા. 7. ખાનગી વેપાર. 1, રાજા પહેલે ચા તથા કંપની–પ્રાગ્ય દેશો સાથે વેપાર ચલાવવાના હેતુથી કંપનીને ઉદય થયા પછી એઓયનામાં બનેલા ભયંકર બનાવ લગી કંપનીનું લક્ષ હિંદુસ્તાન તરફ ગયું જ નહોતું. એ ટાપુમાં થયેલી અંગ્રેજોની કતલને લીધે મસાલાના બેટમાને પિતાને વ્યવહાર બંધ કરવાની જરૂર પડી ત્યારે કંપનીએ આ દેશ તરફ કંઈક વિશેષ લક્ષ આપવા માંડયું. હવે પછી તેના વેપારીઓએ કેવા સંજોગો વચ્ચે તથા કેવા પ્રકારનું કામ કર્યું તે સમજવા માટે તે સમયની ઈગ્લેંડની રાજકીય સ્થિતિ કેવી હતી, અને કંપનીના કામકાજ ઉપર તેની અસર કેવી થઈ એ જાણવાની ખાસ જરૂર છે. સને 1625 માં રાજા પહેલે જેમ્સ મરણ પામતાં તેને પુત્ર પહેલો ચાર્લ્સ ઈગ્લંડની ગાદી ઉપર આવ્યા. પિતાનું રાજ્ય ધોરણ ચાર્જ રાજાએ વધારે જોરથી આગળ ચલાવ્યું. રાજા જાણે ઈશ્વરરૂપ હોય અને તેનું કહેવું લેકેએ મુંગે મહેડે માન્ય કરવું જોઈએ એવું તેનું ધારવું હેવાથી, પાર્લામેન્ટ સાથે તેને અણબનાવ થયે, અને આખરે તકરારે ઉગ્ર રૂપ ધારણ કર્યું. રાજપક્ષ તથા પ્રજાપક્ષ વચ્ચે ખુલ્લી રીતે થયેલાં યુદ્ધમાં પ્રજાપક્ષને જય મળ્યો, અને ચાર્લ્સ રાજાને સને 1649 માં દેહાન્ત શિક્ષા ભોગવવી પડી. ઈગ્લંડની આવી સ્થિતિ થતાં જાપાન તરફ શરૂ કરેલે વેપાર છોડી દઈ કંપનીના વેપારીઓ તે દેશમાંથી જીવ લઈ નાસી ગયા; એ બેયનાની કતલને લીધે મસાલાના ટાપુઓમાંથી તેમને નીકળી જવું પડયું; દુઃખની ભયંકર