________________ 28 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉપાડવાથી તેણે અંગ્રેજોની મદદ માંગી. શાહની માગણું સ્વીકારી પિતાના માલ ઉપર જકાત માફ કરવાના કરારથી અંગ્રેજોએ મેઝ લેવામાં શાહને મદદ કરી. સને 1622 માં આ મદદથી શાહે એ બેટ પિટું. ગીઝ પાસેથી જીતી લીધે, ત્યારે અંગ્રેજોને પુષ્કળ પૈસા મળવા ઉપરાંત ગંબરૂન (Gombroon ) માં માલ ઉતારવાની પરવાનગી તથા જકાતની માફી, તેમજ ઈરાનમાં ગમે ત્યાં રેશમ ખરીદવાની તેમને પરવાનગી મળી. પાછળ અંગ્રેજ લેકે ર્મઝ બેટ પિતાના તાબામાં લેવાને વિચાર કરવા લાગ્યા, પણ તે શાહે બીલકુલ પસંદ કર્યો નહીં. આણી તરફ કંપનીને જે લૂટ મળી હતી તે સઘળી જેમ્સ રાજાએ તેની પાસેથી છીનવી લીધી. જેમ્સના મરણ બાદ સને 1626 માં શલે જે હજી જીવતે હવે તે ઈરાનને એલચી થઈ રાજા ચાર્સ પાસે આવ્યો, અને ઘણી ભાંજગડ કરી પણ નિર્થક. આખરે 1928 માં ઇરાન પાછો ફરી તે મરણ પામ્યો. શાહે આપેલા ફરમાનને ઉપયોગ થઈ શકે નહીં ત્યારે સઘળે સરંજામ લઈ ત્યાંથી ઉચાળા ભરવા કંપનીનો વિચાર હતો, પણ શાહે તેમને ફરીથી સજાવી ત્યાં રાખ્યા. આ પછી વલંદા લેકેએ અંગ્રેજોને ઈરાનમાંથી હાંકી કહાડવાને ઉદ્યોગ ચલાવ્યું પણ તે સફળ થયો નહીં. કેટલોક વખત પછી શાહ અબ્બાસ મરણ પામ્યો, અને શાહ સુરી ઈરાનના તખ્ત ઉપર આવ્યો. એણે દર સાલ 15,000 રૂપીઆની કિમતને માલ નજરાણાં તરીકે સાદર કરવાની સરતે કંપનીને ઈરાનમાં વેપાર કરવાની છૂટ આપી, અને વલંદાઓને ત્યાં દાખલ થતા અટકાવ્યા. સને 1637 માં કંપનીનાં પુષ્કળ માણસ રોગથી એ દેશમાં મરણ પામ્યાં. વિલિઅમ ગિબ્સન નામને કંપનીને પ્રતિનિધિ ઈસ્પહાનમાં હતા તેણે બેઈમાન થઈ વલંદા લેકેને 1,20,000 રૂપીઆ ઉછીના આપી તેમને વેપાર ઈરાનમાં શરૂ કરાવ્યો. ગિબ્સન સને 1937 માં મરણ પામ્યો તેપણ એ પછી ઈરાનમાં કંપનીને વેપાર સારો ચાલ્યા નહીં.