________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 267 પડી નહીં. સુરતથી કંપનીના એક ગૃહસ્થ કૅપ્ટન કેરિજે સ્ટીલ નામના એક વેપારીને પત્ર આપી ઈરાન મોકલ્યો હતો. તે પ્રથમ જાસ્ક આગળ ઉતરી ત્યાંથી રાજધાની ઈસ્પહાન ગયો ત્યારે તેને સારે સત્કાર થયો. શર્લીએ તેને ખબર કરી કે તુર્કસ્તાન અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી ઈરાનનું રેશમ તુર્કસ્તાનની હદમાં થઈને યુરોપમાં જતું અટક્યું છે, માટે સુરતથી આ માલ યુરેપમાં લઈ જવાની તક સારી છે. વળી યુરોપમાં કાપડ વગેરે પુષ્કળ માલ ઈરાનમાં ઉપડી જશે. આ ઉપરથી સુરતના વેપારીઓએ 20,000 રૂપીઆને માલ ખરીદી જાસ્ક રવાના કર્યો. પણ સર ટોમસ રે સુરત આવ્યા ત્યારે તેને ઇરાનમાં વેપાર ચલાવવા માટે કરેલી ખટપટ પસંદ પડી નહીં. આગ્રેથી પાછા ફર્યા પછી પણ તેણે આ વેપાર અટકાવવા મહેનત કરી, અને માલ ભરી જાસ્ક ગયેલાં વહાણે ભૂલથી તે બંદરમાં ચાલ્યાં ગયાં છે એવું તેણે ઇરાનના શાહને લખી મોકલ્યું. બીજી તરફથી સર બર્ટ એ કંપની સાથે લુચ્ચાઈ કરી પોતાનું ગજવું તર કરવા મનસુબો કર્યો. પણ પાછળથી કંપની તરફથી કંઈ સારો ન મળશે નહીં એમ ધારી શર્લીએ ઈરાન અને સ્પેન વચ્ચે સલાહ કરાવી વેપાર ચલાવવા માટે જોગવાઈ કરાવી આપી, અને શાહની સંમતિ લઈ એ પેન ગયો. તેની ગેરહાજરી દરમિયાન કંપનીના ઇસ્પહાનમાંના પ્રતિનિધિ નાકે (Connock) એને ઉઘાડે પાડવાના ઈરાદાથી તેણે રચેલી બાજી વિશે શાહને લખી જણાવ્યું, અને તેની સંમતિથી પિર્ટુગીઝના તાબામાંને ઓર્મઝને ટાપુ એકદમ કબજે કરવા સુરતના અંગ્રેજ અમલદારને લખ્યું. સુરતમાં તે વખતે સર ટોમસ ર હતો, તેને આ નવી હકીકત સાંભળી પિતાનો વિચાર ફેરવો પડ્યો. આ સઘળી ખટપટને લીધે શર્ત અને સ્પેનનો વકીલ ઈરાનમાં દાખલ થયા ત્યારે કંપનીની સંપુર્ણ તૈયારી થઈ હતી. કનાક જાતે હોંશીઆર તથા ચાલાક હોવાથી શાહે સાથે તહ વગેરે કરવા સર્વ રીતે લાયક હતું. સને 1620 માં કંપનીના આરમારે પિર્ટુગીઝ કાફલાનો પરાભવ કરી પિત્તાનો માલ ઈરાનના બંદરમાં ઉતાર્યો, એટલામાં પિર્ટુગીઝ લોકોએ શાહ સામે શસ્ત્ર