________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. રાજધાનીમાં જવાનું બીનજરૂરી લાગવાથી એ સ્વદેશ પાછા ફરવાની રજા લીધી. જતી વેળા બાદશાહ પાસેથી જેમ્સ રાજા ઉપર એક પત્ર લખાવી લીધો જેમાં અંગ્રેજ વેપારીઓનો સારે સત્કાર કરવાનું તેણે વચન આપ્યું હતું. શાહજહાનને મળી રોએ સુરત માટે એક ફરમાન મેળવ્યું; તેમાં અનેક બાબતોને ઉલ્લેખ હતો. તે અન્વયે નવાં ઘરે બાંધવાની તથા તે હમેશને માટે ભાડે રાખવાની અંગ્રેજોને મના કરવામાં આવી હતી, અને અંગ્રેજ કંપનીમાંનાં માણસોને હથીઆર વાપરવાને પરવાને આપવાને નહેાતે; પણ રેએ આ બાબત પુષ્કળ પ્રયત્ન કરી, તથા અંગ્રેજો સુરતના લેકેને ત્રાસ આપશે નહીં એવું વચન આપી, હથીઆરના પરવાનાની કલમ ફરમાનમાંથી શાહજાદા પાસે રદ કરાવી. સપ્ટેમ્બર ૧૬૧૮માં એ ફરમાન મળતાં રે સુરત ગયો. ત્યાં ચાર મહિના રહી વહાણ માલથી ભરાયા બાદ સને 1619 ના ફેબ્રુઆરીની તા. 18 મીએ એ વિલાયત જવા ઉપડે, તે તેજ વર્ષના ઑગસ્ટ મહિનાની આખરે લંડન પહોંચ્યો. અહીં તેને ભારે સત્કાર થયો, તેની કામગિરી સઘળાને પસંદ પડી, અને કંપનીએ તેને 15,000 રૂપી. આની રકમ બક્ષિસ આપી. એકંદર એવું માનવામાં આવે છે કે જેનું આ દેશમાં આવવું છેક નિષ્ફળ ગયું નહોતું; ખરું છે કે તેને સંપૂર્ણ યશ મળ્યો નહીં, પણ એમાં તે નાઈલાજ હતો. એના પ્રયાસથી પોર્ટુગીઝ લેકેની બાબતમાં કાયમને બંદોબસ્ત થયો. એક પ્રજા તરીકે અંગ્રેજોની છાપ મેગલ દરબારમાં સારી બેઠી. તેમના તરફ સ્થાનિક અમલદારોને ત્રાસ અટકવાથી જે બી હિંદુરતાનમાં રોપવામાં આવ્યાં હતાં તેનાં મૂળ બાઝવા માટે અવકાશ મળ્યો. પિર્ટુગીઝ વગેરે બીજા લેકે ભળતાજ માર્ગ સ્વીકારતા, ત્યારે અંગ્રેજોએ રે સરખા વજનદાર તથા દ્રઢ વિચારના ગૃહસ્થને ત્રણ ચાર વર્ષ લગી મેગલ દર બારમાં રાખી પિતાની ઈજત ઘણી વધારી. અંગ્રેજ એલચીના ગુણ જહાંગીર અને શાહજહાન ઘણું સારી રીતે પારખી શક્યા હતા. ટુંકમાં જે મહાન અંગ્રેજ પુરૂષોએ પિતાના અનેક ગુણોને લીધે હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યની ઈમારત ઉભી કરી હતી તેમાં સર ટૅમસ રે અગ્રસ્થાને હતા તેની બરાબરી