________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટમ્સ રે. 263 કરી. રસ્તે ઘણો વિકટ તથા લંબાણું હોવાથી બાદશાહી સ્વારી માર્ચ મહિના સુધી ત્યાં આવી પહોંચી નહીં. અહીંથી નેવું માઈલ દૂર આવેલા બરહાનપુરમાં ખુર્રમની છાવણી હતી. રે સાથે હોવાથી એને એક જુની મસીદમાં રહેવાની જગ્યા મળી હતી. માર્ચથી અકબર સુધી સ્વારી માંડવગઢમાં રહી તે દરમિયાન ઈંગ્લેડથી આવેલાં નજરાણાં એડવર્ડ ટેરીએ ત્યાં લાવી બાદશાહને બતાવ્યાં. રસ્તામાં ટેરી અને શાહજાદા ખુર્રમ વચ્ચે મુલાકાત થતાં શાહજાદાની તેને આગળ જેવા દેવાની મરજી જણાઈ નહીં, પણ બાદશાહને હુકમ ઘણે કડક હોવાથી નાઈલાજ થઈ તેણે નજરાણાંની પેટીઓ અગાંડી જવા દીધી. પેટીઓ આવી લાગતાંજ રને પુછયા વિના બારેબાર બાદશાહે તાબડતોબ તે સઘળી ઉઘડાવી નાંખી, અને તેને માટે હોય કે નહીં પણ તેમાંની સઘળી વસ્તુઓ લઈ લીધી; પેટીમાં બીજા અધિકારીઓને આપવાની ચીજો હતી તે પણ બાદશાહે પતે રાખી. પિતાની ગેરહાજરીમાં પેટીઓ ઉઘાડવાથી રેને અતિશય ગુસ્સો આવ્યો, અને દરબારમાં તેની અને બાદશાહ વચ્ચે સખત બોલાચાલી થઈ. બીજી તરફ ખુર્રમની દક્ષિણમાં પણ મોટી ફતેહ થઈ એટલે તે માંડવગઢ આવ્યા ત્યારે બાદશાહે તેનો સન્માનથી આદર કરી તેને “શાહજહાનને ખીતાબ આપે. બાદશાહ સર્વ રીતે તેને દાબમાં હતા. વારંવાર મળેલી નાસીપાસીથી કંટાળી જઈ રોએ ઇંગ્લંડ પાછા ફરવાની ઈચ્છા દર્શાવી હતી, પણ થોડેક વધારે વખત રહેવા તેને જણાવવામાં આવ્યું હતું. આટલે વખત નૂરજહાન અને શાહજહાન એકજ વિચારના તથા પક્ષના હતા, પણ શાહજહાનના વધતા જતા લાગવગને લીધે દરબારમાં પાછા બે પક્ષ પડી ગયા, ત્યારે પ્રસંગનુસાર વારા ફરતી એક બાજુએ ઢળી તેણે પિતાને નીભાવ કર્યો. " અકબર 1617 ના અંતમાં માંડવગઢ છેડી બાદશાહની સ્વારી અમદાવાદ આવી એટલામાં વિલાયતથી આવેલી જણસો પોતાને માટે મેળવવાની શાહજહાનની ઈછા થવાથી, સુરતથી પેટીઓ આવતાં જ તેના ઉપર તેણે પિતાને સિમે મારી દીધો. પેટી અમદાવાદ આવ્યા પછી એ વીસ દીવસ વાટ જોઈ પણ તે ઉઘાડવાની પરવાનગી આવી નહીં, ત્યારે સિક