________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જવાબથી જણાઈ આવે છે. પછી એ એજ વિનંતિ બાદશાહ પાસે રજુ કરવા આસફખાનને કહ્યું, પણ તેણે તેને રોકડ જવાબ આપ્યો કે “અમારે અમારા ધણી આગળ આવું પ્રકરણ ઉઘાડવું કઈપણ પ્રકારે ઈચ્છીત નથી.” . 8, આ ઉદ્યોગથી થયેલે ફાયદે–એક વર્ષ હિંદુસ્તાનમાં રહી પિતે કરેલાં કામ બાબત ઈગ્લેંડ મેકલેલી લંબાણ હકીકતમાં રેએ જણાવ્યું હતું કે - “વેપારના સંબંધની આપની મર્યાદિત ઈચ્છા સફળ થવામાં અડચણ નથી. બાદશાહ આગળ અમારી સારી આંટ બેઠી છે. અને આપને ટેકે ઘણે ઉપયોગી થઈ પડે છે. બરાબરીના સંબંધ ઉપર : બાદશાહ સાથે કાયમના કોલકરાર થવા અશક્ય છે. આપના તરફથી યોગ્ય નજરાણાં ન આવવાથી મારી ગેરઆબરૂ થઈ છે. છતાં મારા અહીં આવ્યાથી કંઈ નહીં તે ઘણો ફાયદો થયો છે. આજ પર્યત અમારી પાસેથી લાંચ નજરાણાં વગેરેમાં ઉપડેલા પૈસા પાછા મળી ગયા હશે, અને તે ઉપરાંત ઘણો ફાયદો મળવાની આશા રહે છે. મેટી યોગ્યતા તથા દરજજાવાળો અંગ્રેજ એલચી આ દરબારમાં રાખવાની આવશ્યકતા જણાતી નથી. અમને માનપાન ઘણું મળે છે; વાસ્તવિક રીતે આ દરબારમાં સઘળું માનપાન છોડી દઈ હાજી હાઇ કરનારા મનુષ્યની જરૂર છે. વાર્ષિક એક હજાર રૂપિઆના પગારે એકાદ દેશી વકીલ રાખવાથી સઘળું કામ થઈ શકશે. મેગલેને મદદ કરવી તથા કિલ્લેબંધી કરી કિનારાનું રક્ષણ કરવું નિરૂપયોગી છે. એથી ખર્ચ માત્ર વધશે, અને તેને કંઈપણ ઉપયોગ થશે નહીં. વિના કારણુ લેભથી પ્રેરાઈ ખર્ચ વધારવામાં શું હાંસલ છે ? વ્યાપાર અને યુદ્ધ એ બન્ને પરસ્પર વિરોધી છે; પોર્ટુગીઝ લેકે એ નાદને લીધે હલકા પડયા છે એ બાબત આપણે સારી પેઠે વિચાર કરવાનો છે. આપણે એક નિયમ કરવો જોઈએ કે નફે મેળવવું હોય તે તે સમુદ્ર ઉપર શાંતપણે વેપાર કરી મેળવવો. કેમકે કઈ વ્યક્તિ તરફથી તકરારનું કારણ ઉપસ્થિત ન કરવામાં આવે તે કિલ્લેબંધી તથા યુદ્ધ કરવાં એ મેટી ભૂલ છે.' નવેમ્બર માસમાં બાદશાહે અજમેરથી નીકળી માંડવગઢ તરફ કૂચ