________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટેમ્સ રે. 261 અકટોબરના અરસામાં ખુર્રમની બદલી દક્ષિણના સુબેદાર તરીકે થઈ અને ત્યાંને કારભાર શાહજાદા પર્વઝ પાસેથી લઈ લેવા હુકમ નીકળે, કારણ પર્વેઝની નિમણુંક બંગાળામાં થઈ હતી. દક્ષિણમાં ઘણી ગડબડ ચાલતી હોવાથી ખુર્રમના કામમાં મદદ કરવા બાદશાહ પિતે તે તરફ જવા નીકળી પ્રથમ અજમેર આવ્યા. એના નીકળવા અગાઉ આગ્રે આવેલા ઈરાનના એલચી હજુરીઆને દમામ તથા તેમણે આણેલાં નજરાણું જોઈ અંગ્રેજ વકીલ ઘણે ફિક્કા પડી ગયો તે પણ તેના ગૌરવમાં કંઈ ન્યૂનતા આવી નહીં. - આ તરફ કૅપ્ટન પેવેલના ઉપરીપણા હેઠળ કેટલાંક જહાજ ઈગ્લેંડથી સુરત આવ્યાં. રસ્તામાં તેમની અને પેર્ટુગીઝ વચ્ચે થયેલી ઝપાઝપીમાં અંગ્રેજોને જય મળ્યાની ખબર એ ઘણીજ ઉત્કંઠાથી મંગલ દરબારમાં જણાવી, તે ઉપરથી બાદશાહે તેને પુછ્યું કે “વહાણમાં અમારે માટે શું નજરાણું આવ્યું છે ?" રેએ ચાલાકીથી જવાબ આપ્યો કે “નજરાણ પુષ્કળ આવ્યાં છે, પરંતુ પેટીઓ બંદર ઉપર ઉઘાડયા વિના અહીં લાવવાની પરવાનગી જોઈએ.” બંદર ઉપર સંપૂર્ણ સત્તા ખુરમની હોવાથી તેની રજા મેળવવા બાદશાહે રેને જણાવી તેની ધારણા પાર પાડી નહીં. આજ અરસામાં મંગલ પાસેથી એકાદ બંદર માંગી લઈ ત્યાં કિલ્લેબંધી કરવાની પરવાનગી મેળવવા રેને ઈંગ્લેડથી હુકમ મળ્યો. આ પેજના પસંદ પડતાં તે પાર ઉતારવા તેણે ખટપટ કરી, શાહજાદાને વિનંતિપૂર્વક જાહેર કર્યું કે પિર્ટુગીઝોને હમણાં જ પરાભવ થયેલ હોવાથી તેઓ પુનઃ અંગ્રેજો તથા દેશીઓનાં વહાણ ઉપર હલે કરશે, માટે જે એક કિલ્લેબંધ બંદર સંપૂર્ણપણે અંગ્રેજોના તાબામાં મુકવામાં આવે તો સઘળા કિનારા ઉપરના તેમજ રાતા સમુદ્રમાં દેશીઓના ચાલતા વેપારનું સંરક્ષણ થાય. આ માગણીને ઉત્તર ધારવા પ્રમાણે નકારમાંજ આવ્યો, અને તેમાં શાહજાદાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે “અમને તેમજ અમારા વડીલેને તમારી મદદની જરૂર નથી; અમારે માટે તમારે પોર્ટુગીઝ સાથે લડવાની તસ્દી લેવી નહીં, એટલે તમને કિલ્લેબંધી કરવાની જરૂર રહેશે નહીં.” મેગલેને રાજ્યકારભાર કેવી દક્ષતાથી ચાલતું હતું તે ઉપરના કટાક્ષ