________________ પ્રકરણ 9 મું.] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 259 ઓળખાઈ આવશે.” આ તાણાને ભાવાર્થ એ જ હતો કે હિંદુસ્તાનમાં એવું કામ થઈ શકવાનું જ નથી. આ ઉપરથી બાદશાહે તેની એવી તે આબેહબ નકલે ઉતરાવી કે રે પિતાની તસવીર ઓળખી શક્યો નહીં. બાદશાહે તે નકલે એને ભેટ આપી ઇગ્લેંડ મોકલવા જણાવ્યું, અને ઉમેર્યું કે “તમે ધારો છો તેટલા અમારા લેકો મૂર્ખ નથી. . - કેટલાક દિવસ બાદ વલંદા લેકોનાં વહાણ યુરોપથી સુરત આવી લાંગય. એ લેકને હિંદુસ્તાનમાં પગ પેસારે થવાથી અંગ્રેજોને વેપારમાં ઘણું નુકસાન થનાર હતું, તો પણ તેમની વિરૂદ્ધ તકરાર ઉઠાવવામાં સઘળા લેકને વેપારની સરળતા એક સરખી રહેવી જોઈએ એવો પોર્ટુગીઝ વિરૂદ્ધ એ ઉઠાવેલ મુદો અર્થ વિનાને થઈ પડતું હતું. આથી વલંદાઓ માત્ર મેગલેનાં વહાણે લૂટવાના હેતુથી જ અહીં આવ્યા છે એવું આસફખાનને સમજાવી તેમને પ્રતિકાર કરાવવા એ યત્ન કર્યો, પણ તે ફળીભૂત ન થતાં અંગ્રેજ વેપારીઓને જેવા હક પ્રાપ્ત થયા હતા તેવાજ હક મેગલ દરબાર તરફથી સને 1618 માં વલંદા વેપારીઓને મળ્યા. તહનામાની સરત દરબારમાં રજુ કર્યાને પાંચ મહિના નીકળી ગયા તે પણ તેને કંઈ ઉત્તર આવ્યો નહીં. એવામાં ઈગ્લેંડથી માલ ભરી વહાણ આવે છે એવી ખબર મળતાં રેએ શાહજાદા પાસે ખટપટ કરી તેની તરફથી સુરતના અધિકારી ઉપર તેટલા વખત માટેનો હુકમ મેળવ્યો. જે જે ચીજો વેચવા માટે અંગ્રેજો લાવે તે પ્રથમ શાહજાદાને બતાવી તેમાંથી તેને જોઈએ તેટલી તે પિતાને માટે રાખી લે એવી કબૂલાત રેએ આપવાથી અંગ્રેજોને સુરતમાં વહાણ લાંગરી વેપાર કરવાની છૂટ મળી. સપ્ટેમ્બર માસમાં જહાંગીર બાદશાહને જન્મ દિવસ આગ્રામાં મોટા ઠાઠથી ઉજવવામાં આવ્યું. બાદશાહની સુવર્ણતુલા જેવા ને દરબારમાંથી ખાસ આમંત્રણ ગયું હતું, પણ વખત સમજવામાં ચુક થવાથી એને તે જોવાની તક મળી નહીં. સાંજે પાછું આમંત્રણ આવવાથી રે બાદશાહ પાસે ગયો. એ વેળા બાદશાહ ઉત્તમોત્તમ વસ્ત્રાલંકારથી સજ થયેલ હતો, અને ઉમરાવ લેકે તેની આસપાસ બેઠેલા હતા. મદ્યપ્રાશનને સપાટો ચાલતાં