________________ 260 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રે તેમાં સામિલ થઈ ગયો; જે સેનાના પ્યાલામાં તેણે મઘ પ્રાશન કર્યું હતું તે ઢાંકણું સાથે બાદશાહે તેને બક્ષિસ આપ્યું. આ પ્રસંગે જહાંગીર બાદશાહ તરફથી પિતાને અપૂર્વ માન મળેલું જોઈ એ તક સાધી તહ કાયમ કરવા માટે આસફખાનને આગ્રહ કર્યો. તરત તે તેણે આશ્વાસન આપી એને શાંત પાડે, પણ બે દિવસ રહી તહને મુસદો તેના ઉપર પાછો મેકલાવ્યો. એમને કેટલેક મજકુર ખાને પિતાને હાથે ફરી લખી કહાયો હતો અને તેમાંની ઘણી કલમોનાકબૂલ કરી હતી. વિશેષ કરીને આવી સરતે કોલકરાર કરવા બાદશાહના દરજજાને ગ્ય નથી એવું જણાવી આસફખાને રોને ખબર કરી કે સુરતને સંપૂર્ણ અધિકાર શાહજાદા પાસે હોવાથી ત્યાંનું ફરમાન તેમની પાસેથી મેળવી લેવું એટલે બસ; બાકી બંગાળા તથા સિંધ પ્રાંતમાં વેપાર કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. એમ છતાં કેટલીક કલમે પસંદ કરી તે પૂરતા કલાકાર કરવા હોય તે તે ઉપર બાદશાહી સિક્કો કરી આપવામાં હરકત નથી. મેગલ બાદશાહીના આ સમયના ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે રાજ્યની લગામ આસફખાન જેવા યોગ્ય મુત્સદીના હાથમાં હેવાથીજ બાદશાહી આબાદ થઈ હતી. એ વખતે અમારા કામમાં સુરતના અધિકારીની દખલ રાખવી નહીં અને તેમના હુકમ અમે ગણકારીશું નહીં, એવી રોની માગણી નાકબૂલ થાય તેમાં કંઈ નવાઈ નહોતી. તહને મુસદો ખાનના હાથમાં જતાં જ તેણે રેને જણાવ્યું હતું કે “તમારી માગણીઓ અયોગ્ય હોવાથી પસંદ થવા જોગ નથી.' આવી તકરારથી મોગલ અધિકારીઓ કંટાળી ગયા હતા; એને લીધે ઉપસ્થિત થયેલે ટટ ગુજરાતમાં જ રાખવાની, તથા તેને બંગાળા તથા સિંધ પ્રાંત તરફ ન લંબાવવાની તેમની ખાસ ઈચ્છા હતી. વળી ઈંગ્લેંડને રાજા મોગલ બાદશાહને બરોબરીઓ હેય એમ તેમને કબૂલ નહતું. એકંદર રીતે જોતાં દૂરદષ્ટિના મોગલ અધિકારીઓના મનમાં ઘણા સચોટ દાવપેચ તથા સંશય ઘર કરી રહ્યા હતા. આસફખાને ઘણું દિવસ સુધી રોને આશામાં અથડાવ્યા કર્યો, પણ તેમાં તેને દેષ નહોતે. રેએ ફરીથી એકવાર ખટપટ કરી ત્યારે પણ ખાને તેને શાહજાદા પાસે મોકલે, એટલે હવેથી શાહજાદા મારફતજ પિતાને હેતુ સિદ્ધ કરવા એ વિચાર કર્યો.