________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 247 વખતે વલંદા લેકે તરફથી એડમ્સને ખબર મળી કે અંગ્રેજ લેકે પણ વેપાર કરવા પૂર્વ તરફ આવ્યા હતા. આ ઉપરથી બૅટમમાંના પિતાને જાતભાઈઓને એડમ્સ ઘણી વિનંતીપૂર્વક કાગળ લખી જાપાનમાં કે વેપાર ચાલે છે તથા શું શું માલ ખપે છે તેની ખબર કરી, અને તેમને ઠેકાણે નથી માટે ત્યાં જઈ વેપાર શરૂ કરવા આગ્રહ કર્યો. આ પત્ર આવવા અગાઉ વલંદા લેકે મારફત એડમ્સની હકીકત ઈંગ્લડ પહોંચી હતી, અને કંપનીને વેપારીઓ જાપાન સાથે વેપારી સંબંધ જોડવા ઉત્સુક થયા હતા. આ ઉપરથી સાતમી સફરમાને એક વેપારી કેપ્ટન સારીસ સને 1613 માં એક જહાજ લઈ ફિરાડે બંદરે ગયો. તેની અને એડમ્સની મુલાકાત થયા પછી બન્નેએ મળી બાદશાહનું મન મનાવી ફિરાડામાં વેપાર કરવાની કંપની માટે પરવાનગી મેળવી. દર સાલ 1000 રૂપીઆના વર્ષાસનથી કંપનીની નોકરી સ્વીકારવાને એડસે કરાર કર્યો, પણ બાદશાહે તેને જાપાન છોડી બહાર જવા ન દીધો, ત્યારે સ્ત્રી છોકરાંઓને મળી આવવાનું તેણે બહાનું કહાડયું. બાદશાહને તેથી પણ સંતોષ ન થયો, અને તેનાં લગ્ન જાપાનમાંજ કરાવી આપ્યાં. એથી તે દેશમાં જ રહી એડમ્સ બે ત્રણ વર્ષ કંપનીની કરી કરી સને 1920 માં મરણ પામ્યો. આ એડમ્સના નામ ઉપરથી ય શહેરમાં એક મહલ્લાનું નામ પાયલટ સ્ટ્રીટ' પડયું છે. એડમ્સના પ્રયાસ છતાં જાપાનમાં કંપનીને વેપાર સારે ચાલ્યો નહીં, પિગીઝ તથા વલંદા લેકોએ અંગ્રેજોને પુષ્કળ હેરાન કર્યા, અને કિનારેથી અંદરના પ્રદેશમાં જઈ વેપાર કરતા સઘળા યુરોપિયનને જાપાનીઝ લેકોએ કાપી નાંખ્યા. કાચીન ચાયનાના રાજ્યમાં વલંદાઓએ માલ ખરીદવામાં ખોટાં નાણું ચલાવી લેકેને સાવ્યા તે ઉપરથી ત્યાંના રાજાએ જાપાનીઝ લેકે મારફત ઉપર પ્રમાણે સઘળાની કતલ કરાવી એવું કહેવાય છે. સને 1616 માં થયેલા જાપાનના બાદશાહના મરણ પછી ગાદીએ આવેલા નવા બાદશાહે અંગ્રેજોને વેપાર કરવા કંઈ પણ સગવડ ન કરી આપવાથી કંપનીના આસરે ચાર