________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 249 ત્યારે ત્યાં ઍલ્ડવર્થ કરીને કંપનીને મુખી હતું. એણે વડેદરા, અમદાવાદ વગેરે શહેરોમાં તેમજ તેની આસપાસના મુલકમાં પ્રવાસ કરી મેળવેલી પુષ્કળ માહિતી ઉપરથી તેને એ અભિપ્રાય બંધાયે હતું કે આ પ્રાંતમાં તૈયાર થતું સુતરાઉ કાપડ ઘણું સાંબું હોવાથી યુરેપમાં તેને ઉપાડ સારો થશે; તેમજ અમદાવાદની સેંઘી ગળીને વેપાર સારો ચાલશે. પણ તેના મત પ્રમાણે એવા વેપારમાં લાખ દેઢ લાખ રૂપીઆ હાથમાં લેવા જોઈએ, અને વેપારના સંરક્ષણાર્થે મેગલ દરબારમાં એક જાશુકને વકીલ હો જોઈએ. એલ્ડવર્થ આ પ્રમાણે દર્શાવેલા સ્પષ્ટ અભિપ્રાયની ઈગ્લેંડમાં યેગ્ય અસર થઈ અને તેમાં સમાયેલા અનહદ ફાયદાને લીધે તે પ્રમાણે અમલ કરવા કંપનીના કારભારીઓ સ્વભાવિક રીતે પ્રેરાયા. આગ્રાના મેગલ દરબારમાં પોર્ટુગીઝોનું વજન વિશેષ હોવાથી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના વેપારમાં અનેક અડચણ પડતી હોવાથી પ્રત્યક્ષ ઈગ્લડના રાજા તરફને એક વિદ્વાન તથા મેભાદાર વકીલ મોગલ બાદશાહ પાસે ગયા સિવાય વેપાર બરાબર ચાલનાર નથી એવું કંપનીના વ્યવસ્થાપકેને અત્યાર આગમજનું જણાયું હતું, અને એ વિચાર અમલમાં લાવવા માટે ઘણા દિવસો થયાં સંદેશા ચાલતા હતા. જેવી રીતે ઓલ્ડવર્ષે ગુજરાતના વેપાર સંબંધી હકીકત પત્રદ્વારા કંપનીને જણાવતી વખતે એક અંગ્રેજ એલચી મેગલ દરબારમાં મોકલવાની આવશ્યકતા બતાવી હતી તેમાં કેટલાક ચાલાક અંગ્રેજ વેપારીઓના તેવી મતલબના પત્ર ત્યાં ગયા હતા. એ સઘળા ઉપરથી સને 1614 ના સપ્ટેમ્બર મહિનામાં ગવર્નર સર ટોમસ સ્મિથે એ એક એલચી હિંદુસ્તાન મોકલવાની સૂચના કંપનીને કરી; તે ઉપર થયેલી ઘણું તકરારને અંતે એલચી મોકલવાનું નક્કી થયા બાદ કોને મેકલવે તે વિશે કેટલોક વાદવિવાદ થયે, અને આખરે સર ટોમસ રોને એ કામ માથે લેવા વિનંતિ કરવામાં આવી. આ કામ માટે સર ટૅગ્સ રે સર્વ રીતે યોગ્ય હતો. તે તરૂણ, વિદ્વાન, ચંચળ, ઉદ્યોગી, અને દેખાવમાં ભવ્ય હતા, અને તેની ડહાપણ ભરેલી તથા આબરૂદાર વર્તણુકથી સર્વ જાણીતા હતા. તેને જન્મ