________________ 255 પ્રકરણ 9 મું. ] નિયમિત સફર તથા સર ટોમસ રે. કારી ઉપર બંધનકારક નહતું; અને વારંવાર તેની અસર નિર્મળ કરનારા હુકમ નીકળવાથી તે કોઈ પણ રીતે ઉપયોગી થવાનું નહોતું. આ હકીકતમાં બને યુરોપિઅન પ્રજા વચ્ચે રીતસર કેલકરાર કરવાનો જ ઉપાય રે માટે ખુલ્લું હતું. 7. તહનામાને મુસદ્દો તથા તેને લગતી ચર્ચા–આવા પ્રકારનાં તહનામાં તે સમયે યુરોપિયન તુર્કસ્તાન સાથે બીજાં યુરોપિયન રાજ્યોએ કર્યા હતાં. તેવાજ કોઈ તહનામા ઉપરથી રેએ તૈયાર કરેલા મુસદામાં હેઠળ લખ્યા પ્રમાણે કલમે હતી - અંગ્રેજ વેપારીઓને સિંધ, બંગાળા સુદ્ધાં હિંદુસ્તાનના કિનારા ઉપર જોઇએ તે બંદરમાં વેપાર કરવા છૂટ આપવી; રાજ્યમાં બીજી રીતે ચાલુ હોય તે કરતાં અંગ્રેજોના માલ ઉપર વધારે જકાત લેવી નહીં; માલ ખરીદવા તથા વેચવામાં, વખાર, વહાણ તથા ગાડાં ભાડે કરવામાં, જીંદગીની જરૂરીઆત વરતુઓ ચાલુ ભાવે બજારમાંથી ખરીદવામાં અંગ્રેજોને તેમની મરજી માફક વર્તવા દેવા, અને સરકારી અધિકારીઓએ વચ્ચે પડવું નહીં. આ ઉપરાંત મૈયત અંગ્રેજ વેપારીઓની મિલકત સરકારમાં ખાલસા કરવી નહીં, વેપારી કિનારે ઉતરે ત્યારે તેની જડતી લેવી નહીં, બાદશાહને નજર કરવા આણેલી વસ્તુ કિનારા ઉપર ઉઘાડી તપાસવી નહીં, જકાતી નાકા ઉપર માલ પડી રહેવા દેવો નહીં, વગેરે અનેક બાબતે વિશે મુસદામાં કલમો હતી. મોગલ બાદશાહ આ સઘળું કબૂલ કરે તો અંગ્રેજોને નીચેની સરતે પાળવાની હતી:–ઈગ્લેંડના શત્રુ અથવા અંગ્રેજ વહાણને હેરાન કરનાર લેકે સિવાય બીજા દેશની પ્રજાનાં વહાણને અંગ્રેજોએ કનડવાં નહીં; હિંદુસ્તાનમાં રહેનારા અંગ્રેજ વેપારીએએ સભ્યપણે અને શાંતવૃત્તિથી રહેવું; બાદશાહ સારૂ કંઈ અપ્રતિમ વસ્તુઓ પેદા કરવા તેમણે મથન કરવું; બાદશાહ યોગ્ય માગણી કરે તે તેને જોઈએ તે માલ અથવા યુદ્ધસામગ્રી વેચાતી આપવી; અને સધળાની સુલેહ શાંતિને ભંગ કરનાર કોઈ શત્રુ પિદા થાય છે તેને બંદેબસ્ત કરવામાં બાદશાહને મદદ કરવી. આવી સરતે પોર્ટુગીઝો પાળવાને કબૂલ હેય તે તેમની સાથે પણ એવા કેલકરાર કરવા અંગ્રેજોને હરક્ત નથી;