________________ પ્રકરણ 9 મું.] નિયમિત સફર તથા સર ટૅગ્સ રે. 253 બાદશાહે સત્કાર કર્યો. એની સભ્ય તથા પ્રતિષ્ઠિત વર્તણુકથી બાદશાહના મન ઉપર ઘણી સારી છાપ પડી, અને જે કે તેને ઉદ્દેશ વિશેષ સફળ ન થયો, તે પણ બાદશાહ તેની તરફ કંઈક ખાસ પૂજ્યબુદ્ધિથી જેતે હતે એમાં સંશય નહોતે. રેને ઉદેશ સિદ્ધ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે ખુદ બાદશાહના હાથમાં ઘણું સત્તા નહોતી. દરબારમાં બીજા ઘણું લેકે હોવાથી તે સઘળાની મરજી મેળવવાનું એને સહેલું નહોતું. રાણું નૂરજહાન, તેને પિતા ઈતિમાદ–ઉદ–દલા તથા ભાઈ આસફખાન અને આસફખાનની કરી મુતાજમહાલ (ખુર્રમની સ્ત્રી) એ સર્વ રાજ્યકારભારમાં પ્રમુખ હતાં. એમનો હેતુ ખુર્રમની સત્તા વધારી બાદશાહના વડા દીકરા સુલતાન ખુશરૂ અને શાહજાદા પર્વેઝને ઉતારી પાડવાનું હતું. જહાંગીરના મન ઉપર સારી છાપ પડેલી જોઈ એ બીજા કોઈની પરવા કરી નહીં, તેમજ જેઓના હાથમાં ખરી સત્તા હતી તેમનાં વજન તથા ભાગવગની કંઈ પણ તુલના કરી નહીં. વળી તે સઘળાને નજર કરવા યોગ્ય કંઈપણ વસ્તુઓ તેની પાસે હતી નહીં. નૂરજહાન અને તેના ભાઈની દરબારમાં ચાલતી સત્તાને વિચાર કર્યા વિના તેમને કંઈપણ નજરાણું એણે ભેટ કર્યું નહીં. શાહજાદા ખુર્રમ સાથેની પહેલી જ મુલાકાત વેળા એ સુરતના અધિકારીઓના દુર્વર્તન માટે બાદશાહ આગળ ફરીઆદ કર્યાની વાત કહાડી, પણ તે ખુર્રમને પસંદ પડી નહીં. રોનું માનવું એવું છે કે ખુર્રમ ઘણે છડે હતા, અને કદાચ સુરતના કુલફીકારખાને અંગ્રેજો વિરૂદ્ધ તેની આગળ ફરીઆદ કર્યાથી તે ઘણું અભિમાનથી વર્યો હતો. આરંભમાં ખુર્રમે એના સંબંધમાં કંઈ પણ વૈષમ્ય બતાવ્યું નહીં, એટલે તેને પોતાનું કામ સફળ થવાની આશા ઉત્પન્ન થઈ હતી. આ બાબત સૈથી પહેલું કામ પિગીને શિક્ષા કરવાનું હતું. અંગ્રેજો અને તેમની વચ્ચે સને ૧૬૧ર તથા 1615 માં લડાઈ થઈ ગયા પછી એકજ વહાણમાં માલ ભરવાને હેય તો પણ બંદોબસ્ત માટે કંપનીને પિતાને સઘળો કાલે સુરત આગળ રાખવો પડત. ખરું જોતાં ગોવા ઉપર એકદમ હલે કરવાથી સર્વ બાબતની ગોઠવણું પરભારી થઈ જશે એમ અંગ્રેજોને લાગતું, પણ એલચી