________________ 254 હંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ભાગ 3 જે. તરીકે શાંતિના કામ સારૂ આવેલા સર ટૅમ્સ રે માટે લડાઈ ઉપાડવાનું શક્ય નહોતું, નહીંત પોર્ટુગીઝનો બંદોબસ્ત આપોઆપ થઈ જાત. મેગલે સાથેના કેલકરારે કાયમ થયા પછી અંગ્રેજોને નડતે આ ઉપદ્રવ બંધ પડયો હતો. પિતાને થયેલાં નુકસાન માટે અંગ્રેજ વેપારીઓ પ્રસંગોપાત પોર્ટુગીઝ વહાણે ઉપર હલ્લો કરી તે લૂટતા, છતાં મેગલેએ તેમની વચ્ચેની લડાઈને અંત આણે નહીં એજ જાણે બન્ને પ્રજાની મરજી અનુસાર જ હતું એમ લાગ્યું. એમ છતાં તેમની તકરાર નિવેડે લાવવા માટે ખુર્રમ અને આસફખાને પુષ્કળ પ્રયત્ન કરી જે તોડ કહાડયો તે રેને અનુકૂળ આવ્યો નહીં, ત્યારે બાદશાહને મળી તેણે ફરીઆદ કરી. અંગ્રેજોને હેરાન કરવામાં શાહજાદા ખુર્રમ પણ સામેલ હતા એમ જાણતાં બાદશાહ એકદમ ઉશ્કેરાઈ ગયા, અને તેમને કોણે ત્રાસ આપે તે કહેવા તેને આગ્રહપૂર્વક જણાવ્યું. દુભાષિઆ મારફત એ બાદશાહનો ગુસ્સે શાંત પાડવા પ્રયત્ન કર્યો, પણ તે ફળીભૂત થયે નહીં, અને બાદશાહે ખુર્રમ તથા આસફખાનને ત્યાંજ બેલાવી મંગાવી ભરદરબારમાં ખુર્રમને ઘણે સખત ઠપકો આપે. પોર્ટુગીઝ વકીલ અને રેની વચ્ચે ઘણી તકરાર થયા પછી આખરે આસફખાને વચમાં પડી રોને પિતાની તકરાર લેખી રજુ કરવા જણાવ્યું, અને ટેટ પતાવ્યા. આ રસ્તા રોને ઘણો જ સમાધાનકારક લાગે, કેમકે એક વખત સઘળી વાત કાગળ ઉપર મુકવાથી પિતાને અનુકૂળ આવે તેવા કોલકરારે કરાવી લેવા કંઈ અડચણ નડશે નહીં એમ તેને લાગ્યું. વળી શાહજાદા તેમજ બીજાઓ સાથે વિના કારણે શબ્દની મારામારી કરવાને પ્રસંગ ન લાવતાં જોઈએ ત્યાં કંપની માટે વેપાર કરવાની સામાન્ય પરવાનગી બાદશાહ પાસે મેળવી લેવા તેને વિચાર હો, કે જેથી બાદશાહી ફરમાન સુરતની પેઠે બીજે ઠેકાણે લાગુ પડતાં કંપનીના કામમાં વિક્ષેપ પડે નહીં. વાસ્તવિકરીતે આવું ફરમાન પણ નિષ્ફળ જવાનું હતું કેમકે તે એક વિશિષ્ટ વ્યક્તિ ઉપર હુકમ તરીકે નીકળેલું હોવાથી તે સર્વ અધિ