________________ 256 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પરંતુ છ મહિનાની અંદર તે લેકે એમ ન કરે તે તેને શત્રુ ગણી તેમની સામે યુદ્ધ કરવા અંગ્રેજોને છૂટ હોવી જોઈએ, અને એ બાબત બાદશાહે કઈ સંશય લેવો નહીં. આવી કલમને મુસદ્દો એ બાદશાહને સાદર કર્યો, એટલે બાદશાહે તે વછર આસફખાનને તે ઉપર વિચાર કરવા આપો. આ ઉપર ટીકા કરવાની જરૂર નથી, કેમકે બેઉ બાજુથી રજુ થયેલી કલમે જોતાં કેવા પ્રકારની બારીકી કયાં છે તે વાંચનારના લક્ષમાં તરતજ આવશે. આસફખાને થોડાક શબ્દને ફેરફાર કરી મુસદો પસંદ કર્યો, અને હવે બાદશાહને સિઝ થવાનો જ બાકી છે એવું તેણે દરબારમાં રોને કહ્યું. એટલામાં સુરતના અધિકારી કુલફીકારખાન વિરૂદ્ધ એ કરેલી ફરીઆદના સંબંધમાં તપાસ કરવા તેને આગ્રા બેલાવવાને હુકમ ગયો હતો. તે અન્વય તે આવી પહોંચ્યા. આવેલા પરદેશી લેકેથી આપણું દેશને ફાયદે છે કે ગેરલાભ તે આ ગ્રહસ્થ ઘણું સારી રીતે જાણત, અને તેની વિરૂદ્ધ ની ફરીઆદ હેવાથી તેણે પિતાની સ્થિતિ તથા અભિપ્રાય દરબારમાં સ્પષ્ટ રીતે જણાવ્યાં. આ વાદવિવાદનું વર્ણન એ પિતાનાં પુસ્તકમાં વિશેષ આપેલું ન હોવાથી આ તહની ભાંજગડની ઉલટ બાજુ તપાસવા માટે પુરતાં સાધન નથી. એમ છતાં આવા કેલકરાર કરવાથી બાદશાહીને નુકસાન થશે એવું ઝુલફીકારખાન મનમાં સારી પેઠે સમજાતું હતું, અને કદાચ તેજ આખરે રોને નડે હશે. બાદશાહ પાસેથી કામને નિકાલ જલદી નહીં થયો, ત્યારે રેએ થડ સારો જલદ દારૂ શાહજાદાને નજર કર્યો, અને તેના કેફની અસરમાં તેની પાસેથી પિતાના કામને નિકાલ કરવા વિનંતિ કરી. ત્યારે ખુલફીકારખાનને દેહદંડની શિક્ષા ન કરતાં બીજી સઘળી બાબતેને સંપૂર્ણપણે સંતોષકારક નિકાલ કરાવી આપવા શાહજાદાએ વચન આપ્યું. થોડા દિવસ પછી બાદશાહ તરફથી બે ફરમાન નીકળ્યાં; એકમાં અંગ્રેજોને સુરતમાં રહેવાની અને ત્યાંથી માંહેલા પ્રદેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, અને બીજામાં સુરતમાં તેમને થયેલું નુકસાન ભરી આપવા ત્યાંના સ્થાનિક અધિકારી ઉપર હુકમ હતા. આ ફરમાન એ તરતજ સુરત મેકલાવ્યાં.