________________ 250 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સને 1580-81 ના અરસામાં એક સારા કુટુંબમાં થયું હતું, તેના વડીલે સંભાવિત તથા સધન હતા, અને તેને દાદે લંડનને લૉર્ડ મેયર હતું નાનપણમાં સારું શિક્ષણ લીધા બાદ તેને ઇલિઝાબેથ રાણીના માનકરીની કરી મળી હતી, અને જેમ્સ રાજાએ તેને સર નાઈટ બનાવ્યો હતે. જેમ્સના રાજપુત્ર હેનરી તથા પુત્રી ઈલિઝાબેથ સાથે તેને સારો સ્નેહભાવ હતું, અને તેણે રાજપુત્રની મદદથી દક્ષિણ અમેરિકામાં સફર કરી તત્કાલીન સાહસને કેટલેક અનુભવ સંપાદન કર્યો હતો. આ સફર દરમિયાન તેણે એમેઝોન નદીના મૂળ તરફ ઘણે દૂર સુધી પ્રવાસ કર્યો હતો. આ રાજપુત્ર સને ૧૬૧રમાં મરણ પામતાં એનો મોટો આશ્રય જ રહ્યો. સને 1614 માં રે પાર્લામેન્ટમાં દાખલ થયો. જેમ્સ રાજાએ પિતાની હઠીલાઈને લીધે સલાહકાર તરીકે તેને કામમાં લીધો નહીં; એટલે રાજાને ખુશી રાખી રાષ્ટ્રને ઉપયોગી થવું તેને માટે અશક્ય હેવાથી પર રાજ્યમાં એલચી તરીકે જવા સિવાય એને માટે બીજી યોગ્ય નોકરી નહોતી. આવી કરીને સ્વીકાર કર્યા વિના તેને છટકે નહીં, કારણ કે સને 1614 ના અસરામાં તે પૈસા સંબંધી ઘણી તંગ હાલતમાં આવ્યો હતે. તેણે હમણાંજ ગુપ્તપણે લગ્ન કરેલાં હોવાથી તેની મુશ્કેલી ઘણી વધી ગઈ હતી, એટલે મેગલ દરબારમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના એલચીની કરી તેણે એકદમ સ્વીકારી. વાર્ષિક પગાર 600 પિાંડને ઠરાવી તેમાંની નીમે રકમ તેણે કંપનીના વેપારમાં જમે કરાવવી; 500 માર્ક (333 પાંડ ) તેને કપડાં માટે આપવા; જમવા ખાવાના ખર્ચ પેટે 100 પાંડ તેને ઉછીના આપવા; તેની સાથે એક પાદરી તથા એક ડૉકટર કંપનીને ખર્ચ દરસાલ અનુક્રમે 50 અને 24 પાંડને પગારે રાખવા; એ સિવાય નેકર ચાકરના તથા તેનાં કપડાંલત્તા માટે દરસાલ રેને 130 પીડ વધારે મળે; અને જે ભજનનો તેમજ બીજે ખર્ચ મેગલ દરબારમાંથી ન મળે તે કંપનીએ આપ એવો ઠરાવ થયે હતો. એને માત્ર બીજે ખાનગી વેપાર કરવાની છૂટ નહતી. આ ગોઠવણને રાજાની સંમતિ મળી, અને જેમ્સ મેગલ બાદશાહ ઉપર એક પત્ર લખી આપી કેટલીક સૂચના પણ તેને કરી. જેમ્સ