________________ પ્રકરણ 9 મું.] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 243 તથા સીસું અહીં ઘણું ખપશે, અને લોખંડ એડન તરફ વધારે જશે; ગળી, કસ્તુરી, કૅલિકે, મરી વગેરે જણસે પુષ્કળ મળી શકશે.’ આ ઉપરથી સને 1611 માં કારમાંડલ કિનારા ઉપર કૅપ્ટન હિપોને મછલીપટ્ટણ નજદીક પટ્ટપુલિ આગળ એક વખાર ઉભી કરી. પણ એ તરફ દેશીઓ સાથે ગુપ્ત બેત રચી પિગી અંગ્રેજોનું ખુન કરવા પ્રયત્ન કરતા, અને ગમે તે પ્રદેશમાં, પછી ત્યાં વેપાર હોય કે નહીં, તે પણ તેમને દાખલ થવા દેતા નહીં. જેમ્સ રાજાએ તેમની સાથે સલાહ કરી હતી એટલું જ નહીં પણ પિતાના છોકરાનાં લગ્ન સ્પેનના રાજાની છોકરી સાથે કરવાની ખટપટ ઉપાડી હતી. આટલી વિરૂદ્ધતા છતાં અંગ્રેજ કંપનીને પોર્ટુગીઝ સાથે હિંદુસ્તાનમાં જે ઝઘડો શરૂ થયે તેમાં આખરે કંપનીએ જ સરસાઈ ભેગવી. 3. પર્ટુગીઝ સાથે પહેલે ઝગડે (સને ૧૬૧૨).સને 1611 માં અંગ્રેજ વહાણોને પોર્ટુગીઝ કાફલાએ સુરત આવવા દીધાં નહીં, ત્યારે સમુદ્રમાંજ ઉભા રહી થયે તેટલે સદે તેમણે કર્યો. બીજે વર્ષે (Red Dragoon) રેડ ડ્રગુન નામનું તથા એક બીજું વહાણ લઈ અંગ્રેજ કૅપ્ટન બેસ્ટ સુરતના સુંવાળી બંદરે આવ્યા. અહીં તેને પકડવા માટે તા. 29 મી નવેમ્બરે પોર્ટુગીઝનાં ચાર વહાણ 120 તપ સહિત આવ્યાં. તેની અવ્યવસ્થિત સ્થિતિને લાભ લઈ બેસ્ટે તેના ઉપર હલ્લો કર્યો. બે ત્રણ દિવસમાં 100-125 પોર્ટુગીઝ માર્યા ગયા પછી લડાઈ છુટક છુટક એક મહિના લગી ચાલી. અંગ્રેજ કેપ્ટને ઘણી બહાદુરી તથા હિકમતથી પોર્ટુગીઝના બળવાન કાફલાને નાશ કર્યો. આ પછી કૅપ્ટન બેસ્ટ કંપનીની નોકરીમાં ઉંચી પાયરીએ ચડે, અને સને 1938 સુધી મહત્વનાં કામ કરી સારી આબરૂ મેળવી. અંગ્રેજોને પોર્ટુગીઝ સાથે થયેલી આ પહેલી લડાઈ ઘણી ઉપયોગી નિવડી. મહિના લગી ચાલેલે આ સંગ્રામ મેગલ અધિકારી તથા બીજા લોકેએ ભારે આશ્ચર્યથી જે. આ અગાઉ પોર્ટુગીઝે જમીન ઉપર બેઆબરૂ થયા હતા, અને દરીઆ ઉપર પણ તેમને આવો પરાભવ થતાં તેમનું અભિમાન ઉતર્યું, અને તે વર્ષની તેમની મેળવેલી આબરૂ એક