________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફર તથા સર ટૅગ્સ રે. 241 થઈ, અને કંપનીને જાશુકની સનદ મળી. પરંતુ તેમાં એવી સરત દાખલ કરવામાં આવી હતી કે જે રાજાને એમ લાગે કે આ વેપારથી રાજ્યને કંઈ પણ ફાયદો થતો નથી તે ત્રણ વર્ષની ચેતવણી બાદ કંપની બંધ કરવાને તે મુખત્યાર રહેશે. આ નવીન સનદની રૂએ રાજાએ સઘળા મોટા મોટા લેકેને કંપનીમાં દાખલ કર્યા. આ પછી સને 1610 માં નીકળેલી દસમી સફરને ઉપરી સર હેનરી મિડલટન હતો. કંપનીએ પિતે એક મોટું વહાણ બાંધ્યું હતું તેનું નામ પાડવાની ક્રિયા કરવા રાજા જાતે હાજર થયા હતા. આ વહાણ જેનું નામ (Trades Increase) વેપારવૃદ્ધિ હતું તે બૅટમ આગળ દુષ્ટ લેકેએ બાળી નાંખ્યું, અને સર હેનરી મિડલટન ત્રણ વર્ષ રહી ત્યાંજ સને 1613 માં મરણ પામે. આ અરસામાં વલંદા તથા પોર્ટુગીઝોએ અંગ્રેજોને હેરાન કરવા માંડયાથી તેઓ સામે ટક્કર ઝીલવા જુદી જુદી સફરનું ધારણ કંપનીએ કહાડી નાંખી જોઈન્ટ સ્ટક કંપની એટલે સામાજીક મંડળની વ્યવસ્થા કરી. સને 1611 તથા 1612 માં ઉપડેલી સફરો માટે ઘણું મોટા પાયા ઉપર તૈયારીઓ થઈ હતી. આ પ્રમાણે શરૂઆતમાં ઉપડેલી એકંદર નવ સફરોને કુલ્લે ભંડોળ 46 લાખ રૂપીઆ હતો, તેમાં 26 વહાણે રોકાયાં હતાં, અને સઘળું મળી રેકેલી રકમ ઉપર 150 થી 250 ટકા નફો થયો હતે. 46 લાખમાંથી 23 લાખ રૂપીઆ વહાણના ખર્ચના તથા માણસોના ખાધાખોરાકીના લાગ્યા હતા, અને બાકીના વેપારમાં રોકાયા હતા. એ મુદતમાં રાજ્યમાંથી 13 લાખ રૂપીઆ રોકડ તથા 6 લાખને માલ દેશાવર ગયો હતો. પહેલી નજરે નફાનો આંકડે આપણને ચકીત કરે છે, પણ તે સમયની અનેક અડચણો ધ્યાનમાં લેતાં તે વિશેષ નહોતે એમ સહજ જણાશે. માલ ખપતે નહીં ત્યારે એક ઈંચ મીણબત્તી બજારમાં બળતી રાખી તે લીલામ કરી વેચવાને રીવાજ પડે; એ મીણબત્તી બળી રહે એટલે લીલામ પુરું થયેલું જાહેર થતું. કેટલીક વખત કંપનીને લેકેને હાથે પગે પડી ભંડોળ એકઠો કરવો પડતો. શરૂઆતની સફર પૂર્વના દ્વીપસમૂહ તરફ ઉપડી હતી, પણ એવામાં ઈગ્લેંડ તથા