________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 239 કંપનીનાં વહાણ ઉપર આવી તહના અનેક મુસદ્દાઓ હમેશ તૈયાર રાખવામાં આવતા. આવી રીતે કાગળ ઉપર તહ કરી આપવામાં દેશી રાજાએને બીલકુલ ધાસ્તી લાગતી નહીં, કેમકે તેમાંના ઠરાની બજાવણી કરવાનું તેમના પિતાના બળ ઉપરજ અવલંબી રહેતું. મિડલટન સને ૧૬૦૬માં ઈગ્લેંડ પાછો ફર્યો ત્યારે રસ્તામાં તેનું એક વહાણ નાશ પામ્યું. જ્યાં અંગ્રેજ લેકે પિતાને ધંધો હીતાં હતાં ચલાવતા ત્યાં વલંદા લેક યાહોમ કાવતા અને ધમધોકાર વેપાર કરતા. તેમને ભંડળ 54 લાખ રૂપીઆ કરતાં વધારે હતું, અને તેમના મોટા મોટા કાફલાઓ હમેશા ફરતા હતા. રાજ્યમાંનું સોનું ચાંદી પરદેશ જાય એ ઈંગ્લંડમાં તેમજ સ્પેન વગેરે અન્ય દેશમાં ઘણું નુકસાનકારક સમજવામાં આવતું, એટલે વલંદાઓની માફક કંપની જોઈએ તેટલું નાણું વેપારમાં રોકી શકતી નહીં. આજ સુધીમાં ઇલિઝાબેથ રાણી મરણ પામી, અને પહેલે જેમ્સ રાજ ગાદી ઉપર આવ્યો. આથી કંપનીની અડચણે ઘણી વધી ગઈ. માઈકલબોર્ન (Michelbourne) કરીને લોર્ડ ટ્રેઝરર બર્લે ( Burleigh) ને દસ્તદાર પહેલેથીજ હિંદુસ્તાનના વેપારને ઈજા માગતા હતા. પણ લંડનના સમગ્ર વેપારીઓની માગણી આગળ રાણી ઇલિઝાબેથે તેના એકલાની અરજી સ્વીકારી નહીં, ત્યારે લૈર્ડ બલેએ કંપનીની વ્યવસ્થાપક મંડળીને માઇકલબેનને સફરને મુખી બનાવવા આગ્રહ કર્યો. મંડળીને આ માગણી રૂચી નહીં, કેમકે તેમના વિચાર પ્રમાણે જે એના જેવો કઈ માણસ સફરમાં હિંદુસ્તાન તરફ જાય છે ત્યાંની સઘળી હકીકત તરતજ દરબારમાં પહોંચે, અને કંપનીના હાથમાં જે કંઈ ખાસ લાભ હોય તે તેમાં દરબારનું હિત આગળ કરવામાં આવે. આનું પરિણામ કંપનીના હિત વિરૂદ્ધ આવવાને સંભવ હોવાથી મંડળીએ બેલનું કહેવું સ્વીકાર્યું નહીં, અને તેને જણાવ્યું કે પારકા “લેકેને પૈસા અમારા હાથમાં હોવાથી તેની વ્યવસ્થા અમારી મરજી માફક થવી જોઈએ. આ વેપારની વાત છે તેથી જેમાં ફાયદો વધારે થાય તેવું કામ કરવું જોઈએ. નજીવી વાતમાં કંટે ઉપસ્થિત કરી તલવાર ઉંચકવાથી કામ થતું નથી.” એ પછી માઈકલબેને કંપનીને એક