________________ 240 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. વર્ગણીદાર થયો, પણ પહેલી સફર પેટે ઠરાવેલી વણી તેણે ભરી નહીં, એટલે કંપનીએ પટામાંથી તેનું નામ કહાડી નાંખ્યું. ઇલિઝાબેથના મરણ પછી કંપની ઉપર વેર લેવાની તેણે તક સાધી. સને 1604 માં જેમ્સ રાજાએ તેને ખંભાતથી ચીન સુધીના કિનારા ઉપર કંપનીને વેપાર નહીં ચાલતું હોય તે સ્થળે વેપાર કરવાની પરવાનગી આપી, અને કંપની ના ઈજારામાં એક આડખીલી નાંખી. કંઈ પણ વખત યા વિના માઇકલબોર્ન પૂર્વ તરફ ઉપડી ગયો, ટમમાં વલંદાઓ સાથે લ, ચીનનાં વહાણે લૂટયાં, અને અનેક રીતે પૂર્વમાં અંગ્રેજોનું નામ વાયડું કરી સને 1906 માં સ્વદેશ પાછા આવ્યા. આથી પૂર્વના દેશોમાં કંપનીની કંઈ પણ આંટ રહી નહીં, અને પેન તથા પર્ટુગલને ઈંગ્લેંડ સાથે સલાહ થતાં પૂર્વમાંના તે તે દેશના લેકે ઉપર હાથ ચલાવવાનું કંપની માટે અયોગ્ય તથા અગવડ ભર્યું થયું. વળી વલંદાઓ સાથેની કંપનીની સારી વધતી જતી હતી, તેવામાં માઈકલબેને તેમના ઉપર કરેલા હુમલા માટે એમ્બેયનામાં આખરે તેમણે અંગ્રેજો ઉપર સખત વેર લીધું. માઈકલબેન સને 1611 માં મરણ પામે. સને 16 07 માં નીકળેલી ત્રીજી સફરને મુખી કેપ્ટન કોલિંગ (Captain Keeling) હતા. આ સફર મારફત ઈંગ્લેંડ આવેલા મસાલાનું ઉત્પન્ન એટલું બધું થયું કે વર્ગણીદારને સેંકડે ર૩૪ ટકા નફે થયે. આટલા ભારે ફાયદાને લીધેજ કંઇક નિભાવ થયો. બીજે વર્ષે ચોથી સફર માટે બે વહાણ પુરતો જ માલ ખરીદી શકાય એટલે ભંડોળ મહા મુશ્કેલી એ ઉભો થયો, પણ દુર્ભાગ્યે એ બે વહાણ પણ આથી સને 1609 માં ઉપડેલી પાંચમી સફરમાં એક જ વહાણ ઇંગ્લેડથી રવાના થયું. વખતના રહેવા સાથે કંપનીની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ છતાં દરબારમાં તેમજ શેઠ શાહુકારેમાં વેપારમાં મળતા આટલા મોટા ફાયદામાં ભાગ પડાવવાની ઈચ્છા પ્રદિપ્ત થઈ, અને ખુદ રાજાનું મન પણ એ વિષયમાં પરેવાયું. સને 1609 માં રાજાએ ઈસ્ટ ઈડીઆ કંપનીની સનંદ ફરી ચાલુ કરી આપી તે વેળા સનદ માટે બંધાયેલી પંદર વર્ષની હદ રદ