________________ 238 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મરકી નાબુદ થતાં માલ વેચવાની અડચણ પડવા લાગી ત્યારે વર્ગણીદારોએ પિતાના પૈસાના વ્યાજ પેટે થડ ડે માલ વહેંચી લીધો. આ પ્રમાણે સને 1609 સુધી પહેલી સફરને હિસાબ પત્યે નહીં. સઘળે હિસાબ પુરો થયો ત્યારે બે સફર મળી 95 ટકા નફે થયેલે જણાય. પણ આ ફાયદે નવ વર્ષ જેટલી લાંબી મુદત માટે થયેલે ગણીએ તે તે ભારે જણાશે નહીં. પહેલી સફર પુરી થયા પછી કંપની ઘણી કડી સ્થિતિમાં આવી પડી. લેકના પગાર વગેરે આપવા માટે એકદમ સાડા ત્રણ લાખ રૂપીઆ તેને જોઈતા હતા. પણ મરકીમાં માલ વેચાય નહીં, એટલે તેને પૈસાની તાણ પડી. હમેશ છ મોટાં તથા છ નાનાં વહાણે વેપાર માટે ફરતાં રહેવાં જોઈએ એવી કંપનીની સનદમાં એક સરત હતી, અને પ્રતિવર્ષ એક સફર ઉપડશે એવી રાણીની ધારણું હોવાથી આ વેળા કંપનીએ બતાવેલું ઢીલાપણું રાણીને પસંદ પડયું નહીં. પ્રિવિ કન્સિલ પણ એ બાબત દમ મારે નહીં, એટલે સને 1603 માં મહા પ્રયાસ પછી બીજી સફર રવાના કરવા કંપનીને ફરજ પડી. આ વખતે વર્ગણી એકઠી થવામાં અનેક મુશ્કેલીઓ નડી ત્યારે પહેલી સફરના જ ભાગીદારોને તેમણે ધીરેí નાણાના બદલામાં કંઇક અવેજ આપી તેમની જ પાસે ફરીથી નાણું કહેડાવ્યું. પહેલાંનાંજ વહાણે આ સફરમાં સને 1606 ના માર્ચ મહિનામાં કૅપ્ટન મિડલટનના ઉપરીપણા હેઠળ ઉપડયાં. એમાં ફક્ત 11,000 રૂપીઆની કિમતને માલ હતા અને રેકડ પણ ઘણી થડી હતી, એટલે સર્વ બાબતનો વિચાર કરી કંપનીએ બન્ને સફરને હિસાબ એકત્ર કરવા ઠરાવ કર્યો. કેપ્ટન મિડલટને બૅટમમાં બે વહાણ મરીથી ભર્યો, અને બીજાં બે વહાણે ભરાય તેટલાં લોંગ એમ્બેયનામાંથી ખરીદ કર્યો. ટર્નેટના રાજાના તાબાના દરીઆમાં ચાંચી લેકેને અસહ્ય ઉપદ્રવ હોવાનું સાંભળી મિડલટન તે તરફ વળે, અને તેમના ત્રાસમાંથી રાજાને છોડવ્યો. એ કામના બદલામાં તે કૃતજ્ઞ રાજાએ મિડલટન સાથે લેખી કરાર કરી તેને વેપાર માટે સઘળી સરળતા કરી આપી. આ પ્રમાણે દેશી રાજા સાથે સ્નેહયુક્ત સંબંધ રાખી લેખી તહ કરાવી લેવાને ઉદ્યોગ કંપનીએ શરૂઆતથી જ ચલાવ્યું હતું.