________________ 236 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અંત સુધી ટકી રહી, અને હિંદુસ્તાનમાં બ્રિટિશ અમલ સ્થાપવામાં ફહમંદ થઈ. ર. અંગ્રેજોની પહેલી નિયમિત સફર (સને ૧૬૦૦-૧૬૧૨)છેલ્લા પ્રકરણમાં વર્ણવેલી ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને વ્યવહારની પદ્ધતિ ધ્યાનમાં લઈએ તે તેના વહિવટની હકીકતના ભાગ પડી ગયેલા જણાય છે. સને 1600 થી 1612 સુધીના પડેલા વિભાગમાં જુદી જુદી સફર ઈંગ્લેંડથી ઉપડતી, અને તે દરેકને હિસાબ નિરાળો રાખવામાં આવતા. પણ વખતસર હિસાબ પુરા કરવાનું તરતજ અશક્ય લાગ્યું. બે જુદી સફરના લેકે એક વેળા હિંદુસ્તાન વગેરે ઠેકાણે આવી પહોંચતા, અને માંહોમાંહે ચડસાચડસીથી વેપાર કરતા. એમ કરવામાં સઘળાને નુકસાન થવા લાગ્યું, ત્યારે આ પદ્ધતિ અટકાવવાની જરૂર જણાઈ. બીજા ભાગમાં એટલે સને ૧૬૧ર થી 1661 સુધી સામાઈક વેપાર, એટલે જઈટ સ્ટોક કંપનીના ધોરણ ઉપર ચાલતા વેપાર, કંપનીએ ચલાવ્યું. આ ધોરણ અન્વય સફરની મુદત ઠરાવવાની નહોતી, અને ગમે તેટલી સફરો થાય તેને હિસાબ એકત્ર કરી આગલા ધોરણને દેષ દૂર કરવાનો આશય હતો. પચાસ વર્ષ લગી ચાલેલ આ પ્રયત્ન પણ સફળ થયો નહીં. કેટલેક વર્ષ સફરની મુદ્દત વધારી પણ કોઈ સફરનો હિસાબ પુરે થાય નહીં, અને સઘળે ઘાંટાળે ચાલ્યા કરે, એટલે એક ઈટ સ્ટોક પુરો કરી બીજે શરૂ કરવાના વિચારને તિલાંજલી આપવી પડી, અને આખરે કંપનીના ભંડળના શેર્સ અથવા ભાગ ઠરાવી તે વેચી નાણું ભેગું કરવાની રીત શરૂ થઈ. એ રીતે આખર સુધી અમલમાં રહી. પહેલી સફર માટે તૈયાર કરેલાં જહાજને ઈંગ્લેંડને કિનારે છેડતાં બે મહિના લાગ્યા. આ સફરમાં એક જહાજ 600 ટનનું અને બાકીનાં ત્રણ 250 થી 300 ટન સુધી હતાં, અને તે ઉપર સઘળાં મળી 480 માણસે હતાં. વળી તે ઉપર રૂપીઆ સાત લાખના વેચવાનો માલ ઉપરાંત રૂપીઆ ત્રણ લાખ સુધીની ચાંદી હતી. રસ્તામાં આફ્રિકાના કિનારા ઉપર આ સફરમાંનાં 105 માણસે રેગથી પીડાઈ મરણ