________________ 220 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. જોડાયેલા દરેક માણસને કંપનીના નિયમ અન્વયે કામ કરવાની છૂટ હેવા ઉપરાંત તેને કંપનીના સંરક્ષક છત્રને ફાયદો મળત. આ નિયમ અનુસાર વેપાર કરવાની ઈચ્છા ધરાવનાર પુરૂષ ઠરાવેલી વર્ગણી કંપનીમાં ભરવાથી તેને સભાસદ થઈ શકતો. વળી વેપારી મંડળીઓમાં કેટલેક વખત ફેકટ કામ કરનાર ઉમેદવારો રાખવામાં આવતા, તે જ પ્રમાણે કંપનીમાં દાખલ થયેલા ઉમેદવારો વખત જતાં પિતાની લાયકાત પુરવાર કરી તેના સભાસદ થઈ શકતા. રાજ્ય તરફથી મળેલા આવા પરવાના વિરૂદ્ધ આચરણું કરવું ઘણું જોખમકારક હતું, કેમકે તેને ભંગ કરનાર ભયંકર શિક્ષાને પાત્ર થતું. આ પ્રકારના મતા અથવા ઈજારા આપવાને વહિવટ મરાઠી રાજ્યમાં સર્વત્ર હતા. તે સમયે તાલુકા અથવા પ્રાંતની વસુલ એકઠી કરવાનો ઈજારે લીલામથી વેચવામાં આવતો. અનિયંત્રિત વેપારનું ધારણ આ સમયે ઇંગ્લંડમાં પ્રચલિત થયેલું ન હોવાથી રાણી તરફથી ઈજારે મળવાનું કંપની માટે ઘણું મુશ્કેલ હતું. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ માગેલા ઈજારામાં હમેશ કરતાં વધારે અડચણ સમાયેલી હતી. તેણે અનેક રીતે વગવસીલાને ઉપયોગ કર્યો, રાણીની તથા તેના મંત્રીઓની વારંવાર ખાનગી મુલાકાત લીધી, પણ તેમને દરેક વખતે નિરાશ થઈ પાછા ફરવું પડયું, કેમકે તેઓ સઘળા સામાન્ય પંક્તિનાં માણસની પેઠે સાદા તથા ભેળા હતા. આ હકીકતમાં તેમની દાદ જલદી લાગી નહીં. લંડનના ફાઉન્ડર્સ હૈલ મધ્યે તા. 24 મી સપ્ટેમ્બરે લૈર્ડ મેયર, સર સ્ટીફન સેમ (Sir Stephen Soame)ના અધ્યક્ષપણા હેઠળ ભરાથલી સભામાં રિચર્ડ સ્ટેપર અને ટમસ મિથે આગેવાન ભાગ લીધે હતે. એમાં કેટલાક નામાંકિત પુરૂષો તેમજ વહાણવટી, સિપાઈ મુસાફર વગેરે અનેક જાતના લેકે હાજર હતા. લંકેસ્ટર, ડેવિસ, પ્રેટિ, ફિચ્ચ, બૅફિન, મિડલ્ટન વગેરે પૂર્વમાં પ્રવાસ કરી આવેલા શખ્તોએ એશિયાની ફળદ્રુપતા તથા ધનસંપત્તિને સભાને આબેહુબ ચિતાર આપો. મુલ્યવાન માલથી છલોછલ ભરેલાં સ્પેનિશ તથા પોર્ટુગીઝ જહાજે તેઓએ વારંવાર ભરદરીએ જોયાં હતાં, અને કેટલાંક ઉપર તેમણે છાપ પણ માર્યો હતે.