________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 229 આવી રીતે જે પૈસા એકઠા ન થાય તે ફરીથી તે કામ માટે એક ખાસ કમિટિ નીમાતી. કેટલીક વેળા પહેલી સફરનાજ વર્ગણદારોને બીજી સફર માટે નાણું કહાડી આપવાની ફરજ પડતી. ભંડોળ એકઠે થતાં સફરને માટે નિયમે ઘડવાનું તથા રાજાની પરવાનગી મેળવવાનું કામ શરૂ થતું. આ બાદ વર્ગણીદારોની સભા સમક્ષ સઘળું નિવેદન થતું. વર્ગણુદારને “બ્રધર ઑફ ધી કંપની ' ( Brother of the Company) અથવા “પ્રાયટર ઑફ ધી કંપનીઝ સ્ટોક” (Proprietor of the Company's Stock) કહેતા. તેમની વર્તણુકમાંની સૌથી નજીવી બાબત માટે પણ નિયમો થતા. સભામાંથી ગેરહાજર રહેનારાને અથવા સભા બરખાસ્ત થયા પૂર્વે ઉઠી જનારાને આઠ આના, અને સભામાં મેડા આવનારને ચાર આના દંડ થતો. કેટલીક વેળા વર્ગણીદારને તુરંગમાં મોકલવા માટે પ્રિવિ કેન્સિલ પાસથી પરવાનગી મેળવવામાં આવતી. સભામાં કોઈને ત્રણથી વધારે વખત બોલવાની છુટ નહતી. એ નિયમનું ઉલ્લંઘન કરનારને પોણાબે રૂપીઆ દંડ થસે. બીજે બેલત હોય ત્યારે વચમાં બોલનારને અથવા બડબડ કરનારને સવા રૂપીઓ, અને અયોગ્ય વર્તન માટે પાંચ રૂપીઆ દંડ કરવામાં આવતો. સભાસદોને અધ્યક્ષને હુકમ માન્ય કરે પડતે, અને દંડ ન આપનારને કેદની શિક્ષા થતી. દરેક નવી સફરની સઘળી ગોઠવણ કરવા માટે ચાર મુખ્ય વાત જરૂરની હતી. પ્રથમ, રાજાની લેખી પરવાનગી મેળવવી; એ વિશે કરવાની અરજીમાં સફર માટે નિયુક્ત થયેલા ઉપરી અમલદારને સર્વ પ્રકારના અધિકાર આપવા બાબત નિર્દિષ્ટ કરવામાં આવતું. બીજું, સફરના મુખ્ય કામદારોએ શું શું કામ કરવું તેની યાદી નક્કી કરવી. ત્રીજું, લેટર્સ પેટંટ એટલે રાજાની સહી સિક્કાવાળો પરવાનો મેળવવો, કેમકે તે દેશાવરના રાજાઓને બતાવે પડતે; અને ચેથું, એ રાજાઓના ઉપર ઈગ્લેંડના રાજાને સ્વહસ્ત લિખિત પત્ર લે. ઈલિઝાબેથ રાણીએ આ એક પત્ર અહીંના રાજાને આપવા માટે પહેલી