________________ 230 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. સફરના મુખીને આપે હતે. એ પત્ર અનેક રીતે અગત્યને હોવાથી તેનું ભાષાંતર હેઠળ આપ્યું છે - ફેબ્રુઆરી સને 1600. પરમેશ્વરની કૃપાથી ઈગ્લેંડ, વેલ્સ અને આયરલંડની રાણી ઈલિઝાબેથ તરફથીના મહાન અને પરાક્રમી રાજ્યકર્તા જોગ. | સર્વ શક્તિમાન પ્રભુએ પિતાના અપરિમિત અને અગાધ ડહાપણથી તથા કૃપા દ્રષ્ટિથી આ જગતમાં મનુષ્યના ઉપભોગ માટે અનેક ઉત્તમ વસ્તુ ઉત્પન્ન કરી તેની સર્વત્ર સુવ્યવસ્થા કરી રાખી છે. તે જણસો ગમે તેવી રીતે પેદા થતી હશે, અને કેટલીક આ દેશમાં અને કેટલીક બીજા દેશમાં તૈયાર થતી હશે, તે પણ તે આ પ્રભુના હુકમ અન્વયે પૃથ્વી ઉપરના સઘળા દેશમાં પહોંચે, અને તે મહા પ્રભુનું અપરિમિત ઔદાર્ય જનસમૂહને એક સરખું પ્રાપ્ત થાય, એ તે પ્રભુને ઉદેશ દેખાય છે, જે પ્રદેશમાં અમુક ચીજ પાકતી હોય ત્યાંના લેકેએજ માત્ર તે વાપરવી, અને બીજા દેશોને તે મળે નહીં એ તેને હેતુ જણાતો નથી. એક દેશ બીજા દેશને ઉપયોગી થાય, અને જે એક જગ્યાએ કંઈ વસ્તુ અનહદ પાકે તે તે માટેની બીજા મુલકની જરૂરીઆત તેણે ટાળવી એ ઈશ્વરી ઉદેશ હોવાથી દૂરદૂરના અનેક દેશોમાં વેપારની ધામધુમ ચાલે છે, અને માલની લેવડદેવડ થતાં તેમની વચ્ચે સ્નેહ ભાવ તથા પ્રેમ વધે છે. મહારાજ ! આ ઉપર કહેલા હેતુ સિવાય અમારું એવું સમજવું છે કે કોઈ પરરાજ્યના લેકે વેપારને ઉદ્દેશ મનમાં રાખી સ્નેહ ભાવથી તથા સૌમ્યવૃત્તીથી આપણું દેશમાં આવે તે તેને ઉત્તમ પ્રકારે આદર કરવો. આથીજ અમારા કેટલાક વેપારીઓને આપના દેશમાં આવવાની પરવાનગી આપવાની અમને ઉમેદ થાય છે. આપના દેશમાં વેપારી માલના સેદા ઘણું ઉત્તમ થાય છે એવું અહીં ખાતરી લાયક સાધનેથી જાણવામાં આવ્યાથી, જળમાર્ગનાં અનેક દુર્ધટે સંકટ વેઠી આ વેપારીઓ તમારી તરફ આવે છે. આપના લેકે સાથે વેપારી ધોરણે સેદા કરવાને એટલે અહીંનો માલ તમારા દેશમાં વેચી ત્યાં માલ અહીં વેચવા માટે