________________ 232 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. છે, તેથી આ પત્ર આપની તરફ લાવનાર માણસને અમારી તરફથી સંદેશા ચલાવવાને, તથા ઠરાવ કરવાને અમે સંપૂર્ણ અધિકાર આપે છે. તે ગૃહસ્થ આપની સાથે જે ઠરાવ કરશે તે અમે ઈમાનદારીથી પાળીશું, અને આપ અમારા આ લેકે ઉપર જે મહેરબાની કિંવા ઉપકાર કરશે તેને બદલે અમે અત્યંત આનંદથી વાળીશું. છેલ્લે એટલી જ માગણું છે કે અમારે આ ઉદેશ આપને પસંદ પડયા વિશેને જવાબ આવેલા લેકેને આપશે. આપના જવાબ મેકલવાથી અમારા ઉપર મોટી મહેરબાની થશે, અને અમને અતિશય સંતોષ ઉપજશે.” આ પત્ર ઉપર ટીકાની જરૂર નથી. આવા મીઠા શબ્દથી પાશ્ચાત્ય પ્રજા આ દેશમાં કેવી રીતે દાખલ થઈ તે સહજ જણાશે. | પહેલી સફર ઉપડ્યા પછી ર્જ વેમથ નામના એક વહાણવટીએ કંપનીને અરજી કરી પુછાવ્યું કે “ઉત્તર તરફથી હિંદુસ્તાન જવાને રસ્તે હું શોધી કહાડવા રાજી છું તે એ કામ પિતાને ખર્ચ કંપની હાથમાં લેવા તૈયાર છે કે નહીં ? અને જો ન હોય તે હું સ્વતંત્રપણે માર્ગ શોધી કહાણું તે કેટલાંક વર્ષ સુધી હિંદુસ્તાનના વેપારને ઇજારે મને આપવા કંપની તૈયાર થશે કે નહીં?” આ અરજી ઉપરથી કંપનીએ સભા ભરી પિતાને ખર્ચે તે કામ ઉપાડી લેવાનું ઠરાવ કર્યો, અને ખર્ચ માટે 30,000 રૂપીઆની જોગવાઈ કરી. કેપ્ટન મથને હથીઆર ખરીદવા 1000 રૂપીઆ આપવા, તથા નો માર્ગ શોધી કહાડવામાં તે ફતેહમંદ થાય તે બક્ષિસ તરીકે તેને 5000 રૂપીઆ આપવા, અને જે નિષ્ફળ જાય તે કંઇ આપવું નહીં, એવી મતલબને કંપનીએ તેની સાથે કરાર કર્યો. પરંતુ આથી મસ્કેવી કંપનીના વ્યવહારમાં ખલેલ પહોંચશે એવી તકરાર તેની તરફથી ઉઠાવવામાં આવતાં તેને સંતોષકારક નિકાલ કર્યા બાદ વેમથના કાફલાની સઘળી ગોઠવણ કરવામાં આવી. રાણી ઇલિઝાબેથ તરફને પત્ર તૈયાર થયો, પરંતુ આ સફરને કંઈ પણ ઉપયોગ થયો નહીં, અને ખર્ચના પૈસા નકામા ગયા. આ પછી ઉત્તર તરફ સફર મોકલવાની ભાંજગડમાં કંપની ઘણું પડી નહીં.