________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 233 સને ૧૯૦૬માં ન નાઈટે, અને સને 1607-8-9 માં હેનરી હસને ઉત્તર ધ્રુવના પ્રદેશ તરફ સફર કરી; સને 16 12 લગીમાં વિલિઅમ બેફિને તે દિશાને ઘણે પ્રદેશ શોધી કહાડ. સને 1741 માં રશિઅન કેટિન બેહરીગે હાલની બેહરીંગની સામુદ્રધુની શોધી કહાડી. કંપનીની વ્યવસ્થાપક મંડળીમાં ગવર્નર, ડેપ્યુટી ગવર્નર, ટ્રેઝરર અને બીજા 24 માણસે હતાં. આ સઘળા દરસાલ જુલાઈ મહિનામાં બહુમતિથી ચુંટી કહાડવામાં આવતા; જુના સભાસદોને ફરીથી ચુંટાવવામાં હરકત નહતી. એ મંડળીની મદદમાં એક સેક્રેટરી, એક એકાઉન્ટન્ટ અને કેટલાક કારકુન હતા. શરૂઆતમાં જ્યાં સુધી જુદી જુદી સફરનું કામ ચાલતું ત્યાં સુધી વ્યવસ્થાપક સભા સઘળી બાબતમાં મુખત્યાર હતી. વર્ગણીદારના હાથમાં ઘણી સત્તા નહોતી, પણ આસરે પચાસ વર્ષ વીત્યા બાદ આ વ્યવસ્થાપક મંડળીના અધિકારમાં ઘણું ઘટાડો થયે. પ્રત્યેક સફરને હિસાબ જુદો રાખવામાં આવતે, તે પણ ઘણું ખરું એક સફરમાં કામ કરનારાં માણસે જ બીજી સફરમાં રોકવામાં આવતાં, તેવી જ રીતે એક સફરનો માલ તથા ઉત્પન્ન બીજી સફરના હિસાબમાં ગણવામાં આવતે. હિંદુસ્તાનમાં રહેતા લેક ઘણું ખરું બદલાતા નહીં, પણ તેમને ખર્ચ જે તે સફરમાંથી ગણવામાં આવતું. તેઓ સઘળા એક કુટુંબ તરીકે રહેતા, અને તેમના ઉપર કંપનીની દેખરેખ રહેતી. જ્યાં જ્યાં વખાર હોય ત્યાં સઘળા કામદારે એકઠા રહેતા, એકજ ઠેકાણે જમતા, સવાર સાંજ એકઠા થઈ પ્રાર્થના કરતા. અમને ઠરાવેલા વખત પછી રાત્રે બહાર નીકળવાની મનાઈ હતી. ઈસ્ટ ઈન્ડીઆ કંપની તરફથી લખાયેલા શરૂઆતના ઘણું કાગળો આ લેકના વર્તન સંબંધી છે. ગાળાગાળી કરવી નહીં, શરીર સ્વચ્છ રાખવું, ઉપરીઓને માન આપવું તથા તેમનું કહેવું સાંભળવું, પ્રકતી જાળવવી, ચાડી ખાનાર તથા અનીતિને માર્ગે જનારને શિક્ષા થશે, જુગાર બીલકુલ રમવો નહીં, અમર્યાદિત મદ્યપાન તથા મીજબાનીઓ કરવાં નહીં, આવા પ્રકારના ઉપદેશ આ પત્રમાં કરવામાં આવેલા માલમ પડે છે. વેપારની હકીકતની સાથે આવા ખાનગી વર્તણુકના