________________ 228 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હતું. પણ બીજી સફર જાય તે અગાઉ પહેલી સફરને હિસાબ પુરે થતું નહીં આવેલ માલ વેચવામાં અથવા બીજી ભાંજગડને નિકાલ કરવામાં પુષ્કળ વખત નીકળી જો, એટલે બીજી સફરના ખર્ચની જોગવાઈ પહેલી સભા પિતેજ કરતી, અથવા તેઓ બીજા પાસે એટલે ભંડોળ ઉભો કરાવતા, અને તે સફરમાં જે નફે નુકસાન થાય તે જ તેમને માથે પડત. આવી રીતે જે કઈ વર્ગણી આપતું તે કંપનીનો સભાસદ થતું. ટુંકમાં પહેલી ઈસ્ટ ઈન્ડીઆ કંપની શરૂઆતમાં એકઠા થયેલા એકજ મંડળ ઉપર ચાલી હતી એવું હતું નહીં, માત્ર દરેક સફરનાં નફે નુકસાન જે તે સફરને હિસાબે લખાતાં. એ પ્રમાણે ત્રીજી, એથી, અથવા તે પછીની સફરમાં નવાંજ માણસે પૈસા ભરે તે પહેલી સફરના ભાગીદારોનું શું કામ પડે એ સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે. પણ તેઓ માટે પુષ્કળ કામ હતું. નવી સફર કઈ બાજુએ રવાના કરવી, તેમાં લાગનાર ખર્ચનો અંદાજ કરી વર્ગણીથી રકમ ભેગી કરવી, તેને માટે રાજાની પરવાનગી મેળવવી, સફર માટે વહાણ, માલ વગેરે વેચાતાં લેવાં તથા પાછળથી નફા નુકસાનને હિસાબ કરી વહેંચણી કરી આપવી, વગેરે અનેક પ્રકારનાં કામે તેમને માટે હતાં. કેટલીક વેળા નવા વગણીદારો ન મળે તે પહેલાંનાજ લેકેને ભાગે પડતા પૈસા આપવા પડતા. આ સઘળું કહેવાની મતલબ એ જ છે કે હાલની કંપનીઓના વહિવટ માફક આ કંપનીનું કામ સરળ નહતું. તેમાં વખતે વખત નવા લેકે દાખલ થતા હોવાથી, તથા નવી રકમ ઉમેરાતી હોવાથી, તેમજ દરેક સફરને હિસાબ જુદે રાખવામાં આવતો હોવાથી અનેક ભાંજગડ ઉત્પન્ન થતી. એક સકર ઉપડયા પછી કંપનીના સભાસદોને છેડી વિશ્રાંતિ મળે એટલામાં બીજો કોઈ ગ્રહસ્થ નવી સફરની યોજના કરે તે તેને વિચાર કરવા માટે સભા ભરવામાં આવતી, અને કામ શરૂ થતું. તે સફર માટેનું જાહેરનામું તૈયાર કરી તેને ઉદેશ તથા ખર્ચ અને નફા નુકસાનને અડસદ્દો તેમાં લખવામાં આવતે, અને હાજર હોય તે લેકે મરજી પ્રમાણે તેમાં રકમ ભરતા; પછી જે ચોપડીમાં ઉપલી સઘળી હકીકત લખવામાં આવી હોય તે ચોપડી વગણી એકઠી કરવા માટે અન્ય લેકમાં ફેરવવામાં આવતી.