________________ 226 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. મુદતમાં વધારો કરી આપવામાં આવશે, અગર તેમાં જે કંઈ ગેરવ્યવસ્થા જણાશે. તે એ મુદત કમી કરવામાં આવશે એવું પણ કર્યું હતું. ', આટલું કર્યા છતાં પણ કેટલીક અડચણ રહી હતી. પહેલી જ સફરની એકંદર ખર્ચને અડસટ્ટો સાત લાખ રૂપીઆ થયો, પણ એટલું નાણું વખતસર વસુલ ન થઈ શકવાથી કામ શરૂ કરવા માટે કેટલાકને પિતાની પદરના પૈસા કહાડવા પડ્યા હતા. આખરે સઘળી તૈયારી સંપૂર્ણ થતાં તા. 13 મી ફેબ્રુઆરી, 1602 ને દિવસે ટેસ નદી છેડી કંપનીનાં વહાણે પૂર્વની પહેલી સફરે ઉપડયાં. 8, આ બાબત સ્કુટ વિચાર–આ પ્રમાણે ઇલિઝાબેથ રાણુના સમયમાં ઈગ્લેંડની નૈકાનયનમાં પ્રગતિ થઈ અને કંપનીની સ્થાપનાથી તેને મરતબે પુષ્કળ વળે. અને અન્ય સહાય કરવાનું એટલે ઘણુ માણસેએ મળી એક નિશ્ચયથી અમુક કામ ઉપાડી તે પાર ઉતારવાનું છેરણ આ પ્રસંગે ઉત્તમ રીતે અમલમાં આવ્યું. હિંદુસ્તાન જેવા દૂર દેશને વેપાર શેડ ડે ખર્ચ કરી એકાદ બે વહાણ મોકલવાથી હાથમાં આવશે નહીં, તે માટે સર્વએ એકત્ર થઈ આખા દેશનો ટેકે મેળવવું જોઈએ, સ્પેનિશ, વલંદા વગેરે અન્ય પ્રજા સાથે વખતોવખત હાથ ચાલાકી કરવી પડે તે ચેડાં માણસોથી કામ સિદ્ધ થાય નહીં, એવી અનેક જાતની ફરીઆ કંપનીના વેપારીએ પિતાની અરજીમાં પ્રથમથી જ કરતા. વળી પ્રત્યેક બાબતમાં કોઈની પણ શરમ અથવા બહીક રાખ્યા વિના કામ કર્યા જવાને આ વેપારીઓનો ઈરાદે હતે. રેકડા પૈસા નહીં ભરતાં જે કંઈ કંઈ માલ અથવા વહાણ આપે છે તે ન લેવાને તેમને સંકલ્પ હતો. સર્વ બાબતમાં હાલની જઈટ સ્ટેક કંપનીના જેવીજ આ કંપની હતી. પણ આગળ જતાં તેનું કામકાજ વધી જશે, અને તેનાં કેટલાંક રૂપાંતરે થશે તેની એ સમયે કોઈને કલ્પના પણ થઈ નહતી. કંપનીને મુખ્ય આધાર ઈજારાની પદ્ધતિ ઉપર રચાયે હતો, એટલે બીજા કોઈને તેના વેપારમાં દાખલ કરવાની તેને છૂટ નહોતી. સઘળાની મદદની જે કામમાં જરૂર હોય ત્યાં વ્યક્તિની સ્વતંત્રતા ભાગ્યેજ જળવાય એ સ્વાભાવિક છે. આમ છતાં પણ વલંદા કંપનીની માફક આ કંપનીમાં આખા અંગ્રેજી