________________ પ્રકરણ 8 મું, ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 223 ગતાં “તમારે જોઈએ તે રાણી પાસે મેળો” એટલું કહી ઉઠી ગઈ. આવી સ્થિતિમાં એક વર્ષ લગી પહેલી સફર રવાના કરી નહીં શકાશે એમ પ્રત્યક્ષ જણાયું. કંપનીની ખટપટ સ્પેનના હિતની વિરૂદ્ધ છે એવું પ્રિવિ કન્સિલનું કહેવું ખોટું પુરવાર કરવા સારૂ ડાયરેકટરોએ પુષ્કળ શ્રમ લઈ અનેક ભૂગોલિક માહિતી તેની આગળ રજુ કરી, અને કહ્યું કે “આ વિશાળ જગતમાં સ્પેન અથવા પોર્ટુગલને પ્રવેશ નહીં થયો હોય એવા સેંકડે વિસ્તીર્ણ પ્રદેશે પડેલા છે તે ત્યાં જવાની અમને મનાઈ કરવાની સ્પેનને શી સત્તા છે? કંપનીની અરજી બાબત રાણીએ તેમની સાથે પુષ્કળ વાદવિવાદ ચલાવ્યો, અને સેક્રેટરી ઑલસિંગહામ (Walsingham) ને અરજીમાં વર્ણવેલી હકીકતના ખરાપણું વિશે તપાસ કરવા ફરમાવ્યું. વૅલસિંગહામે યોગ્ય તજસુસ કરી રાણીને જણાવ્યું કે “કંપનીની માગણી ગ્ય છે. જે લિવેંટ કંપનીને તુર્કસ્તાન સાથે વેપાર કરવામાં પેન તરફથી કંઈ અડચણ નડતી નથી, તે તુર્કસ્તાનની માફક બીજા દેશો સાથે અંગ્રેજો વેપાર કરે તે તેમાં તેને શી હરકત હોય ?' ' કંપનીના ઈતિહાસમાં એક વાત ઘણું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જેવી રીતે કાઈ કામમાં યશ મળતાં તે આગળ ચલાવવામાં આપણે ઉત્તેજીત થઈએ છીએ, તેવી જ રીતે કંપનીને ડગલે ડગલે અપયશ મળતે છતાં પિતાનું કામ દ્રઢતાથી તે આગળ ચલાવવા મથતી. વારંવાર નાસીપાસ થતાં પણ કંપનીના આગેવાને સ્વસ્થ બેઠા નહીં. પ્રિવિ કન્સિલ તરફથી પિતાની અરજી નામંજુર થઈ ત્યારે કંપનીએ કેપ ઑફ ગુડ હોપની પૂર્વે સ્પેનનાં કયાં કયાં સ્થળો છે તેની સંપૂર્ણ હકીકત સ્પેનના કમિશ્નર મારફતે મેળવી આપવા તેમને વિનંતી કરી. પરંતુ સ્પેન તરફથી આવો ખુલાસો મળવાને બીલકુલ સંભવ ન લાગવાથી કંપનીએ સર્વ પ્રકારની માહિતી મેળવી કન્સિલને સાદર કરી. સને ૧૬૦૦માં સ્પેન અને ઈગ્લેંડ વચ્ચેની વિષ્ટિ પુરી થઈ નહીં, અને તેમ થવાની આશા પણ રહી નહીં, ત્યારે તા. 23 મી સપટેમ્બર 1600 ને દીને મળેલી કંપનીની બીજી