________________ પ્રકરણ 8 મું.] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 221 એ સઘળાનું તથા હિંદુસ્તાનમાં જઈ કેવા મજશેખ ઉડાવવાના મળશે તેનું ઘણું રમુજી વર્ણન તેઓએ સભામાં કર્યું. નાના પ્રકારના ચેનચાળા તથા હાવભાવથી તેમજ અનેક રીતે વાંકાચુંકાં મહેડાં કરી શબ્દોના ગમે તેવા ઉચ્ચાર વડે પિતાના મનના વિચાર તેઓએ પ્રદર્શિત કર્યા, અને ઘણી કરૂણ ભાષામાં વ્યક્ત કર્યું કે બીજા દેશના લેકે અંગ્રેજોને ચાંચીઆ કહે એ એક મોટું લાંછન છે.” તેઓએ વળી ઉમેર્યું કે પોર્ટુગીઝ, સ્પેનિશ અને વલંદા લેકોએ આટલાં વર્ષમાં ગમે તેટલા પ્રદેશ કબજે કર્યો હોય, તે પણ પૂર્વના દેશને વિસ્તાર તથા ત્યાંની અગાધ સંપત્તિ ધ્યાનમાં લઈએ તે તેમણે હજી સુધી કંઈ પણ મહત્વનું હાથ કર્યું નથી એમ કહેવામાં હરકત નથી.” આવાં ભાષણ થયા બાદ “પ્રાચ્ય વેપારના ઈજારાની સનદ માગી આપણું દેશની આબરૂ રાખવા તથા દેશની દોલત વધારવા” રાણી ઇલિઝાબેથને વિનંતિ કરવાને સર્વાનુમતે ઠરાવ થયો. ભાગીદારો પાસેથી માત્ર વચન અથવા કંઈપણ અવેજ ન લેતાં રોકડા પૈસા લેવાનું સભામાં નક્કી થયું, અને વર્ગણી કરી એકદમ મોટો ભાળ એક કરવામાં આવ્યું. લિવેંટ કંપનીના કામમાં મળેલ અનુભવ ઉપયોગમાં લઈ તેણે કરેલી ભૂલે ફરીથી નહીં કરવાને સઘળાને નિશ્ચય હતો. એ સિવાય કંપનીનું હમેશનું કામ ચલાવવા માટે પંદર ડાયરેકટરની એક વ્યવસ્થાપક મંડળી નીમી સભા બરખાસ્ત થઈ. આ પ્રમાણે રોપાયેલાં બીજમાંથી કેવડું મોટું વૃક્ષ ઉગી નીકળવાનું હતું તેની યત્કિંચિત કલ્પના પણ સભાસદેના મનમાં ઉઠી હશે ? લંડનની ત્રાજવાંવાળી મંડળીના હાથમાં વીસ કેટી માણસનું સ્વામિત્વ, હીરાજડીત સિંહાસનનું આધિપત્ય, અને રોમન બાદશાહી પછી આજ લગી કેઈને પણ નહીં મળેલી બાદશાહી આવશે એ તેઓએ સ્વપને પણ ધાર્યું હશે નહીં! 7. કંપની માટે સનદ મેળવવાની ખટપટ-બીજે દિવસે ડાયરેકટરોએ પિતાની સભા ભરી તેઓ બે શાખામાં વહેંચાઈ ગયા. એક શાખાને પ્રિવિન્સિલ તથા રાણી પાસે કંપનીની અરજી મંજુર કરાવવા માટે સઘળી વ્યવસ્થા કરવાનું કામ સંપાયું, અને બીજીએ વહાણ વગેરે લઈ