________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 219 રાણીને છ લાખ રૂપીઆ કરૈ ધીર્યા હતા. ઈતિહાસકાર ફડ લખે છે કે સને 1572 માં આખા ઈંગ્લંડમાં વેપારમાં રોકાયેલાં વહાણેને એકંદર આકાર પ૦,૦૦૦ ટન હતો, અને મોટામાં મોટું વહાણ 250 ટનનું હતું. સને 1588 માં 400 ટનનાં બે ત્રણ વહાણ જ હતાં પણ સને 1599 માં 600 થી 800 ટનનાં પુષ્કળ વહાણે તૈયાર થયાં હતાં, અને 1100 ટનનું એક મોટું વહાણ એ પછી તરતજ બંધાયું.” જર્મનીમાંના હંસ વેપારીઓ આ સમયે ઈગ્લેંડમાં હતા તેમને રાણી ઇલિઝાબેથના હુકમથી બહાર કહાડી મુકવામાં આવ્યા. લગભગ આજ વખતે હંસલીગ (Hanseatic League) નાં શહેરમાં રહેલા અંગ્રેજ વેપારીઓ ધંધે શિખી લંડન પાછા ફર્યા હતા. લંડનના વેપારીઓને રાણી પાસેથી વેપારના ઈજારા બાબત જે ફરમાન જોઈતું હતું તે અંગ્રેજોના બીજા વ્યવહારમાં મેગ્યજ હતું. અમુક કિસબ અથવા વેપાર જે એકાદ ઠરાવેલી કંપનીને સોંપવામાં આવ્યો હોય તે તેમાં બીજા કોઈને હાથ ઘાલવાની પરવાનગી હોવી જોઈએ નહીં. આવા પ્રકારનાં ટેડ ગિલ્ડસ અને ટસ્ટસ એટલે મોટા વેપારી મંડળે પાશ્ચાત્ય દેશોમાં અદ્યાપિ જ્યાં ત્યાં માલમ પડે છે. હજારે અડચણ વેઠી જેઓ હિંદુસ્તાન સાથે વેપાર શરૂ કરે તેને ફાયદો થોડાં વર્ષ પછી અચાનક બીજું કાઈ ખાઈ જાય એ ન્યાયપૂર્વક કહેવાય નહીં તેથીજ પિતે ઉપાડેલા વેપારમાં બીજા કોઈને હાથ ઘાલવા દે નહીં એમ અંગ્રેજ વેપારીઓએ રાણી પાસે માગણી કરી હતી. આ માગણી કબૂલ થતાં કંપનીને વેપાર માટે જે સનદ મળી તે ઠરાવેલી મુદતને અંતે અનેક વાર ચાલુ કરી આપવામાં આવી હતી, અને સને 1858 લગી તેને લાભ કંપનીએ મેળવ્યું હતું. આવા તત્વ ઉપર રચાયેલી કંપની રેગ્યુલેટેડ કંપની” કહેવાતી. જુદાં જુદાં શહેરોમાંનાં ટ્રેડ ગીલ્ડસના ધોરણને વધારે વિસ્તૃત્વ કરવાથી તે રેગ્યુલેટેડ કંપની ની પંક્તિમાં ગણાતાં. આવી કંપનીમાં 1. જુઓ પાનું 45.