________________ 218 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વિશેષ અનુભવી હતા, અને સ્પેન તથા પોર્ટુગલ સાથે ભરદરીએ લડાઈ કરી દક્ષિણ જળમાર્ગ વેપાર ચલાવવાનું સાહસ ખેડવામાં તેઓએ જ પ્રથમ અગાડી પડતો ભાગ લીધો હતો. રિચર્ડ સ્ટેપર અને ટોમસ સ્મિથ એ બે વેપારીઓ લિવેંટ કંપનીના મૂળ સ્થાપક તથા તેના કામમાં અગ્રેસર ભાગ લેનાર હતા. એમને કંપનીના કામમાં પૈસાનું તેમજ બીજું ઘણું નુકસાન ખમવું પડયું હતું. આગળ જતાં ટૉમસ સ્મિથ ઇસ્ટ ઇન્ડીઆ કપનીને પહેલે ગવર્નર થયો હતો. સને 1599 ના એપ્રિલ માસમાં કંપની સ્થાપવાનું ખરું કામ શરૂ થયું. વર્ગણીના પૈસા એકઠા કરી કંપનીએ મિલ્ડનહૅલ નામના એક સાહસિક ગૃહસ્થને રાણી ઇલિઝાબેથની સહાનુભૂતી સાથે અકબર બાદશાહના દરબારમાં એશિયાના વેપાર માટે ગોઠવણ કરવા રવાના કર્યો. ઈલિઝાબેથ રાણીએ અકબર બાદશાહને એ બાબત એક પત્ર પણ લખ્યું હતું. આ ગ્રહસ્થ બાદશાહની મુલાકાત લઈ ત્રણ વર્ષે ઈગ્લેંડ પાછો આવ્યા, ત્યારે મોગલ બાદશાહના વૈભવ વિશે તથા અનેક બાબતમાં હિંદુસ્તાનની સુધારેલી સ્થિતિ વિશે ભરોસા લાયક હકીકત ઈગ્લેંડમાં પહેલવહેલી મળી, પરંતુ વિનાકારણની અનેક ભાંજગડમાં ગુંથાઈ જવાથી કંપની તરફથી તેને થ જોઈએ તેવો ઉપયોગ થયો નહીં. તા. 22 મી તથા ૨૪મી સપ્ટેમ્બર, 1599, ને દીને ફાઉન્ડર્સ હૈલમાં લંડનના વેપારીઓની પહેલી સભા મળી તેમાં એકદમ ત્રીસ હજાર પીડ એકઠા કરી ઉપાડેલું કામ આગળ ચલાવવાનો ઠરાવ થયો. લંડનમાં જહાજ ખરીદ કરવા આવેલા વલંદા વેપારીઓને અંગ્રેજોએ સ્પષ્ટ જણાવ્યું કે “અમારાં વહાણ અમારે જોઈએ છીએ માટે તમને તે મળવાનાં નથી. આ પ્રમાણે અંગ્રેજોએ વલંદાઓને વહાણુ ખરીદ કરવા ન દીધાં, ત્યારે તેમને આ વેપારીઓની સ્થિતિ કંઈ નિરાળી જ દેખાઈ, અને તેમની ખાતરી થઈ કે તેઓ હવે વેપારમાં તેમની આડે આવ્યા વિના રહેશે નહીં. હમણું લંડન ઘણું આબાદ સ્થિતિમાં હતું. પચાસ વર્ષ અગાઉ ત્યાં એક લાખ રૂપીઆ ઉભા કરવા ઘણું મુશ્કેલ હતું, પણ હાલમાં આ વેપારીઓએ ટુંક સમયમાં