________________ 216 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કંપનીને પ્રયત્ન હતે. ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગનું નામ લિવૅટ હેવાથી આ કંપનીને લિઘેંટ કંપની કહેવામાં આવતી. આ કંપનીના વેપારીઓ લિવેંટ સમુદ્રમાં થઈ જમીનને રસ્તે એલે, બગદાદ વગેરે ઠેકાણે જઈ ઇરાની અખાત ઉપર આવેલા પૂર્વ તરફનો માલ ખરીદ કરતા. આ કંપનીની સનદ સને 1593 માં વધારી આપવામાં આવી હતી, તે પણ આફ્રિકાના ઉત્તરના બાબરી લૂટારાઓએ તથા ભૂમધ્ય સમુદ્રમાં ફરતાં ફિલિપનાં વહાણોએ તેને વેપાર જરા પણ ચાલવા દીધો નહીં. કેટલાંક વર્ષ બાદ રશિઆના બાદશાહ પિટર ધી ગ્રેટે પણ પિતાના દેશ સાથે હિંદુસ્તાનનો વેપાર જોડવા પ્રયત્ન કર્યો, અને સને 1717 માં બેકેવિટ (Beckovitz) ને મોકલી અમૂદર્યા નદીના પ્રદેશની તપાસ કરાવી. છ વર્ષ રહી સને ૧૭ર૩ માં બ્રુસને કાર્પિઅન સમુદ્ર ઉપર તેવીજ તપાસ કરવા રવાના કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે પણ 1743 માં જૈન એલ્ટન(John Elton) ને રશિઆના અગ્નિ ભાગમાં મોકલી પિતાને વેપાર વધારવા ખટપટ કરી. પણ એથી રશિઅન સરકારને પિતાને વેપાર બુડવાની હીક લાગવાથી હવે પછી અંગ્રેજોને વેપાર અર્થે રશિઆમાં દાખલ થવાની મનાઈ કરી. લિન્સકેટન નામના વલંદા ખલાસીએ પિર્ટુગીઝ રાજ્યમાં કરેલા પ્રવાસની માહિતીનું જે પુસ્તક છપાવ્યું હતું તેની પ્રસ્તાવનામાં આપેલી કેટલીક હકીકત ઉપરથી ઇંગ્લંડમાં વેપારી જાગૃતિ પ્રબળ થતાં કંપની સ્થાપવાને ઉદ્યોગ ત્યાં શરૂ થયો હતો. લિન્સટન અને ફિચના પૂર્વના પ્રવાસથી અંગ્રેજ અને વલંદા લેકો વચ્ચે એશિયાને વેપાર તાબે કરવા માટે ચડસાચડસી ચાલી. સ્ટેટ્સ જનરલ નામની હોલેન્ડની રાજ્યકારભાર ચલાવનારી સભાએ સ્પેનના ફિલિપનું બળ જેવી રીતે અજમાવી જોયું હતું તેવી રીતે રાણી ઇલિઝાબેથે કરેલું ન હોવાથી વલંદા લેકેની ત્વરાનું અનુકરણ તે કરી શકી નહીં. વળી અંગ્રેજોની ઉપર કહેલી બે કંપનીઓ અત્યારે આગમજ વેપારમાં પડેલી હોવાથી ત્રીજી તરત 1-2 વધારે હકીકત માટે જુઓ અનુક્રમે 54 169 તથા પષ્ટ 212