________________ 214 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. હેનરીએ પોતે કરેલી શોધો ગુપ્ત રાખી નહીં હતી. વળી આ અરસામાં હેલેન્ડમાં છાપવાની અને ધાતુ ઉપર કોતરવાની કળા પ્રસિદ્ધ થયા પછી નકશા જોઈએ તેને મળવા લાગ્યા. ઍન્ટવર્પ, ધ્રુજીસ વગેરે શહેરેમાંના મોટા મોટા નામાંકિત શિલ્પીઓએ પિતાપિતાના કસબાના નકશા તથા હકીકત ઝપાટાબંધ બહાર પાડ્યાં, અને તે સઘળા દેશમાં મળે એવી ગોઠવણ કરી. આ સ્થિતિમાં એક પરિણામ તરીકે વલંદા અને અંગ્રેજ કંપનીઓ હસ્તીમાં આવી હતી એવું કહેવામાં અડચણ નથી. શરૂઆતમાં વેપાર ગુપ્તપણે ચાલો. ત્યારબાદ જેના હાથમાં તે પ્રથમ આવતે તે તેને પિતાનો ગણાત. એવું કેટલેક વખત ચાલ્યા પછી જે પ્રજાથી એટલે વેપાર પિતાના સ્વાધીનમાં રખાતે તેટલે તે રાખતી, એટલે નવી શો કરવાનું અને તે દ્વારા હાથ આવેલા પ્રદેશ ઉપર કાબુ રાખવાનું જેનામાં સામર્થ્ય હેય તેને હક સર્વોપરી ગણાતો. આ છેલ્લાં તત્વ અનુસાર વલંદા અને અંગ્રેજ કંપનીઓએ વેપારના ઈજારાની સ્થાપના કરી હતી, અને તેના જેર ઉપરજ તેઓએ લાંબો વખત લગી સંપત્તિ મેળવી હતી. પર્ટુગીઝ લેકોએ પૂર્વને વેપાર એક હાથ કર્યો હતો, છતાં યુરોપમાં અન્ય પ્રજા તરફ તેઓ કડક નહતા. તેઓ જે માલ પૂર્વમાંથી લિસ્બનમાં લાવતા તે દેશદેશ પહોંચાડવા માટે વલંદા વેપારીઓને જ તેઓ કહેતા. અગાઉ હલેન્ડનું બ્રુસ શહેર પૂર્વના માલનું મુખ્ય ધામ હતું. પરંતુ તેની ખાડી રેતીથી ભરાઈ જતાં તે બંદર નિરૂપયોગી થયું. એટલે પિર્ટુગલના રાજાએ સને 1504 માં એન્ટવર્પ શહેરનું બંદર ખોદી તેને વેપારનું નાકું બનાવ્યું. આ સમયે લિઅન શહેર યુરોપમાં પૂર્વના માલનું મોટું મથક હતું. લંડનને મુખ્ય વેપાર એન્ટવર્પ સાથે ચાલતા; તેને લિમ્બન સાથે કંઈ સંબંધ હતે નહીં. એન્ટવર્પના બંદરમાં દર વર્ષ 92000 વહાણો આવતાં જતાં હતાં. આ શહેર આબાદ થતાં ઈગ્લેંડના વેપારને પુષ્કળ ઉત્તેજન મળ્યું, અને તે પછી જ પિતાનાં વહાણે ઠેઠ પૂર્વ દેશોમાં મેકલી ત્યાનો માલ બારોબાર સ્વદેશ લાવવાની અંગ્રેજ વેપારીઓને સ્ફર્તિ આવી. આ ર્તિને ઇલિઝાબેથ રાણીએ વધારે ઉત્તેજીત કરી ભૂમધ્ય સમુદ્રમાંથી