________________ 215 પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. મેરે છે અને તુર્કસ્તાન સુધી કેટલાક લેકેને વેપાર અર્થે મોકલ્યા. સને 1587 માં ડેકના હાથમાં સપડાયેલા સેન્ટ ફિલિપ નામના એક મોટા સ્પેનિશ જહાજ ઉપરના માલનું ઉત્પન્ન દસ લાખ રૂપીઆ થયું હતું. સર જોન બેરોએ બીજું એક વહાણ સને 1592 માં પકડયું તેના માલની કિમત 15 લાખ રૂપીઆ થઈ. પરંતુ આ પ્રમાણે અંગ્રેજોનું નસીબ ક્વચિતજ ઉઘડતું. સ્પેનના રાજાને હાથે એન્ટવર્ષને નાશ થતાં અંગ્રેજોને પોતાના વેપાર માટે બહાર નીકળ્યા વિના છૂટકે નહોતે, અને તેથી જ સને 1591 માં તેમની પહેલી સફર ઉપાડવામાં આવી હતી. સેન્ટ ફિલિપ જહાજ ઉપર જે કાગળો અંગ્રેજોને મળ્યા તે ઉપરથી પૂર્વના વેપારમાં કેટલો મોટો ફાયદો સમાયેલ હતું તેની ખરી કલ્પના તેમને થઈ, અને બાકીના સધળા માર્ગ છોડી દઈ આફ્રિકાના દક્ષિણ છેડાને રસ્તે વેપાર કરવાનો તેમને નિશ્ચય થયો. એ પછી સને 1592 માં પકડાયેલાં વહાણ ઉપરથી જે કાગળ પત્રે મળ્યા તેને આધારે કંપનીએ પિતાની અરજી રાણી ઇલિઝાબેથને સાદર કરી. પંદરમા સૈકાની આખેરીએ જે ધારણ ઉપર પોર્ટુગીઝ સરકારને તુર્કસ્તાન તથા અન્ય મુસલમાન દેશ વિરૂદ્ધ કામ લેવું પડયું હતું, તેજ પ્રમાણે સોળમા સૈકાની અંતમાં પ્રોટેસ્ટંટ દેશોને કર્થોલિક દેશ વિરૂદ્ધ કરવું પડયું હતું. તોપણ ભૂમધ્ય સમુદ્ર ઉપર સ્પેનની સત્તા ચાલુ હતી. આટલાંટીક મહાસાગર હાથમાંથી છટકી ગમે ત્યારે તેનો બદલો લેવા સ્પેનને વિચાર થયે અને પરિણામમાં અંગ્રેજોની તુક કંપનીને તેને હાથે ઘણું ખમવું પડયું. મસ્કેવી કંપનીને જમીન માર્ગે વેપાર ચલાવવામાં અનહદ ખર્ચ લાગવાથી ભૂમધ્ય સમુદ્રને માર્ગે તુર્કસ્તાનની કિનારા ઉપરથી પૂર્વ તરફને માલ ઈંગ્લડ લાવવા માટે ટકી અને લિવૅટ નામની કંપની સને 1581 માં સ્થાપન થઈ એ કંપનીને હેતુ યુરોપિયન તુર્કસ્તાનમાં થઈ એશિયા ખંડના પશ્ચિમ ભાગમાં વેપાર ચલાવવાનો હતો. ઉત્તર તરફથી હિંદુસ્તાન આવવાને માર્ગ અંગ્રેજોને જડત નહે તેથી સ્પેન અને પર્ટુગલ સાથે લડવાને પ્રસંગ લાવ્યા વિના નિશિઅન વેપારીઓની માફક ખુશ્કી માર્ગે પૂર્વના દેશને માલ ભૂમધ્ય સમુદ્રમાં થઈ યુરોપમાં લાવવાને આ